કાર્યવાહી:વલાદમા ‘તમે અહિંયાં કામ કેમ કરો છો’ કહીને મજૂરને માર માર્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વલાદ ગામની સીમમા શેઢા પાડોશીના ખેતરમા કામ કરતા મજૂરને પાડોશી ખેડૂતે તમે અહિંયા કામ કેમ કરો છો ? આ મારી જમીન છે કહીને મજૂરને માર માર્યો હતો. જેને લઇને મજૂરે ડભોડા પોલીસ મથકમા ખેડૂત સામે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુકેશ પ્રહલાદભાઇ દેવીપૂજક (રહે, વલાદ ગામની સીમમા બોર ઉપર)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ મારા શેઠ મહેશ પટેલના ખેતરમા કામગીરી કરી રહ્યો હતો. તે સમયે સવારના નવ વાગ્યાના અરસામા મારા શેઠની બાજુમા ખેતર ધરાવતા ભાવિનભાઇ રમેશભાઇ પ્રજાપતિ (રહે, અમદાવાદ) આવ્યા હતા અને અમારી સાથે કામ કરતા મજૂરોને કહેવા લાગ્યા હતા કે, તમે કેમ અહિંયા કામ કરો છો ? તેમ કહેતા અમે તેમની પાસે ગયા હતા.

ત્યારે તે ગાળો બોલતા હતા, ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીથી બરડામા ફટકા માર્યા હતા. જ્યારે મારા વાળ ખેંચી ઝપાઝપી કરી હતી. મારામારી દરમિયાન બાજુના ખેતરમાંથી આવતા વ્યક્તિએ મને છોડાવ્યો હતો. જ્યારે ભાવિનભાઇ જતા જતા કહેતા ગયા હતા કે, હવે પછી અહિંયા કામ કરશો તો જાનથી મારી નર્મદા કેનાલમાં નાખી દઇશ. જેને લઇને ડભોડા પોલીસ મથકમા ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી. મજૂરને મારવાના બનાવને લઇ ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...