• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Vaccine Given At Private Hospital In Gandhinagar Will Now Be Given Free At Health Centers, Pneumococcal Conjugate Vaccine PCV Launched In The District From Tomorrow

નિઃશુલ્ક રસી:ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં અપાતી રસી હવે આરોગ્યકેન્દ્રોમાં નિઃશુલ્ક અપાશે, ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન PCVનો આવતીકાલથી જિલ્લામાં શુભારંભ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર તાલુકાના ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શુભારંભ કરાશે

ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં મોંઘા ભાવે બાળકોને આપવામાં આવતી રસી આવતીકાલથી જિલ્લાના પ્રાથમિક કેન્દ્રોથી નિઃશુલ્ક આપવાનો ગાંધીનગર તાલુકાના ઉનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શુભારંભ કરવામાં આવશે.

ભારત સરકારના દ્વારા નિયમિત રસીકરણ કાર્યક્રમમાં આજથી એક નવી વેક્સિન PCV ને સામેલ કરવામાં આવી છે.આ રસીથી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં મદદ મળશે . અત્યાર સુધી ટીબી ,પોલિયો, ડીપ્થેરિયા, હિપેટાઇટિસ બી, ટીટેનસ, મિસલ, રુબેલા અને રોટા વાયરસના જેવી ગંભીર બિમારીથી રક્ષણ આપતી રસી સરકાર તરફથી વિનામૂલ્યે દરેક સરકારી દવાખાનામાં ઉપલબ્ધ છે.

આજથી નવી રસી pcv હવે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં દરેક સરકારી દવાખાના પર વિનામૂલ્યે મળી રહેશે આ રસી ના કુલ ત્રણ ડોઝ દોઢ મહિને સાડા ત્રણ મહિને અને નવ મહિના બાદ આપવાના રહેશે.ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાવા તાલુકો ગાંધીનગર ખાતે થી આ રસી નું શુભારંભ કરવામાં આવશે.

આવતીકાલથી ગાંધીનગર જિલ્લાના દરેક ગ્રામ કક્ષાએ મમતા દિવસ પર સરકારી દવાખાના પર અન્ય રસીની જેમ કોંજુગેટેડ ન્યુમોકોકલ વેક્સિન PCV વિના મૂલ્યે મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...