તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શાળા-કોલેજોમાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે વેક્સિન કેમ્પ યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ કાર્યક્રમ પૂરો કરાશે

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા કેમ્પ યોજવામાં આવશે. રસીકરણની કામગીરી આગામી તારીખ 5મી, સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર ભલે હાલમાં સુષુપ્ત અવસ્થામાં લાગતી હોય પરંતુ સભંવિત ત્રીજી લહેર ખતરનાક હોવાની સાથે સાથે બાળકોને વધુ અસર કરશે તેવી ચેતવણી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ આપી છે. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરને પહેલાં વેક્સિનેશનની કામગીરી સઘન કરવા રાજ્યના આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે.

જેના ભાગરૂપે આગામી તારીખ 5મી, સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલાં રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં શાળાઓમાં આચાર્ય, શિક્ષકો, પ્રોફેસરો, ક્લેરિકલ સ્ટાફ, પટાવાળા તેમજ તેઓના પરિવારજનોને વેક્સિન આપવામાં આવશે. ઉપરાંત શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા અને કોલેજોમાં રસીકરણની કામગીરી આગામી 5મી, સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની હોવાથી કેમ્પ યોજવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રને લેખિત આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી અંદાજે 1200 જેટલી શાળાઓ તેમજ કોલેજો આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...