તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:રસીકરણમાં કામગીરી કોર્પોરેશનની ત્યારે જાહેરાતો રાજકીય પક્ષોની!

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, આપ દ્વારા આજે 2 અલગ-અલગ સ્થળે કેમ્પની જાહેરાત
  • બંને વચ્ચે ફરક એટલો રહ્યો કે આપે રસીકરણની ખરી કામગીરી કરતા કોર્પોરેશનને આગળ રાખ્યું જ્યારે ભાજપે પોતાના પ્રચાર કરી દીધો

કોરોનાના નામે રાજકીય પક્ષનો પ્રચાર કોઈ નવી વાત નથી ત્યારે હવે કોરોના રસીકરણના નામે રાજકીય પક્ષનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં કામગીરી તમામ ગાંધીનગર કોર્પોરેશન કરતું હોય છે પરંતુ જાહેરાતો રાજકીય પક્ષો પોતાની કરતાં હોય છે. ત્યારે શહેરમાં બે રાજકીય પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટીએ કરેલી જાહેરાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભાજપ દ્વારા કરાયેલી જાહેરાતમાં ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ ઋચિર ભટ્ટના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 45 વર્ષના નાગરિકો માટે કોવિશિલ્ડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હોવાનું લખાયું છે.

મહાનગપાલિકાના સહયોગથી આજે સવારે 10થી સાંજે 4 દરમિયાન સેક્ટર-6ના સંત રોહિતદાસ મંદિર ખાતે આ કેમ્પ યોજાશે. જેમાં 45 વર્ષથી ઉપરના નાગરિકોને પ્રથમ કે બીજો ડોઝ આપવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે કેમ્પની જાહેરાત કરાઈ છે. જોકે આપએ કોર્પોરેશનના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાતો હોવાનું તથા આપના કાર્યકર્તા માત્ર સહયોગમાં આવશે તેવી જાહેરાત કરી છે.

આ કેમ્પ સેક્ટર-13 ઓમકાર સ્કૂલ ખાતે આજે સવારે 10થી 4 દરમિયાન યોજાશે. રસીકરણ પાછળ સામાન્ય રીતે બંને પાર્ટીનો ઉદેશ્ય તો સેવા કરતાં પ્રચાર વધુ છે તે સૌ કોઈ જાણે છે પરંતુ બંને વચ્ચે ફરક એટલો રહ્યો કે આપએ રસીકરણની ખરી કામગીરી કરતાં કોર્પોરેશનને આગળ રાખ્યું છે જ્યારે ભાજપે પોતાના પ્રચાર વધુ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...