તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ગાંધીનગરમાં 10 બુથ પરથી ટિકાકરણની કામગીરીનો પ્રારંભ, માઈક્રો પ્લાનિંગ સાથે કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક બુથ પર ચાર કર્મચારી રસીકરણની કામગીરી કરશે
 • હાલમાં ગાંધીનગર કોર્પોરેશનને 10 હજાર ડોઝ ફળવાયા
 • મનપા વિસ્તારમાં 2000ના રજિસ્ટ્રેશનની સામે 1920 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

ગુજરાત રાજ્યના આજે સ્થાપના દિન પહેલી મેથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 10 કોરોના રસી કેન્દ્રો પરથી ટિકાકરણની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વધારે ઝડપી રસીકરણ કરવાની કામગીરી કરવાં કોર્પોરેશન તંત્ર દ્વારા અગાઉથી જ આગવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આજે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરનાર બે હજાર જેટલાં લાભાર્થીને વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થઈ જાય તેનું માઈક્રો પ્લાનિંગ સાથે કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં સરકારી કેન્દ્રો પર વિનામૂલ્યે રસી આપવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. રાજય સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકો માટે અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરી સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત જિલ્લાઓને રસીનો ડોઝ પહોંચાડી દેવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા પણ વધુને વધુ લોકોને ઝડપી રસી આપવાની દિશામાં કટિબદ્ધ થઇ છે.

કોરોના કેસ વધતા બધાએ વેક્સિન લેવી જ જોઈએ.
કોરોના કેસ વધતા બધાએ વેક્સિન લેવી જ જોઈએ.

જેના ભાગરૂપે આજે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના 10 કોરોના રસીકરણ બુથો નક્કી કરાયા છે. જે અન્વયે સેકટર-2ના અર્બન હેલ્થ સેન્ટર હસ્તક સેકટર-3ના એસ.એસ.વી સ્કૂલ કેમ્પસ, સેકટર-7ની સરદાર પટેલ સ્કૂલ, સેકટર-24ના અર્બન હેલ્થ સેન્ટર હસ્તક સેકટર-5ની સોરઠ કારડીયા સ્કૂલ, સેકટર-15ની સરકારી સ્કૂલ, સેકટર-29 અર્બન હેલ્થ સેન્ટર હસ્તક સેકટર-22 જૈન દેરાસર, સેકટર- 28 સરકારી સ્કૂલ, પાલજ અર્બન હેલ્થ સેન્ટર હસ્તક સેકટર-30 કેન્દ્રીય વિદ્યાલય-1, જીઈબી ડીસ્પેન્સરી તેમજ સરગાસણ ગામનાં કોમ્યુનિટી હોલ અને કુડાસણની પ્રાથમિક શાળા પરથી 18 વર્ષથી ઉપરના લાભાર્થીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

હું ઓફીસથી આવ્યો ત્યારે અપડેટ આવી ગયું હતું. બહુ જલ્દી વેક્સિન માટે નંબર આવી ગયો તે માટે કોર્પોરેશનનો આભાર માનું છું
હું ઓફીસથી આવ્યો ત્યારે અપડેટ આવી ગયું હતું. બહુ જલ્દી વેક્સિન માટે નંબર આવી ગયો તે માટે કોર્પોરેશનનો આભાર માનું છું

એક બુથ પર ચાર કર્મચારી કામગીરી કરશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજથી દસ બુથો પર 18 વર્ષથી વધુ વયના લાભાર્થીને કોરોના રસી શિડયુલ મુજબ આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એક જ દિવસમાં બે હજાર જેટલાં લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું એ બહુ સારી બાબત છે. કોરોના રસી લેવા માટે યુવાનો જાગૃતિ બતાવી રહ્યા છે. કોર્પોરેશનના દસ બુથો પર કોરોના ગાઇડલાઈન તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટનસી સાથે રસી અપાઈ રહી છે. લભાર્થીઓને અગવડ ન પડે તે માટે દરેક બુથ પર ચાર આરોગ્ય કર્મચારી દ્વારા કામગીરી કરવામા આવી રહી છે. હાલમાં ગાંધીનગર કોર્પોરેશનને 10 હજાર કોરોના રસી ઉપલબ્ધ થઈ છે.

બુથ ઉપર પણ રજીસ્ટ્રેશન શરૂ કરાયું
બુથ ઉપર પણ રજીસ્ટ્રેશન શરૂ કરાયું

વેક્સિન લીધા પછી અડધો કલાક લાભાર્થીનું આબજેર્વેશન કરાશે

કોરોના વેક્સિન આપ્યા પછી લાભાર્થીને અડધો કલાક બુથ વિસ્તારમાં જ બેસાડી તેમનું ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે. આ દરમિયાન કોઈ લાભાર્થીને તકલીફ ઊભી થશે તો તાત્કાલિક હાજર મેડિકલ ટીમ દ્વારા જરૂરી સારવાર પણ આપવામાં આવશે. જોકે વેક્સિન લીધા બાદ સામાન્ય જાવ અને દુખાવોના લક્ષણો કોમન છે. જેથી લાભાર્થીને વ્યક્તિના કહેવાય જરૂરી દવા પહેલેથી જ આપી દેવામાં પણ આવશે.

સંપૂર્ણ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન થઈ રહ્યું છે
સંપૂર્ણ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન થઈ રહ્યું છે

ગાંધીનગરના એન્જીરિયરિંગમાં ભણતા 21 વર્ષના અને સેકટર-7 માં રહેતા ચૌહાણ ઉદયએ જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન 28 એપ્રિલથી જ કરાવી દીધેલું, વેક્સિન લીધા પછી કોઈ પણ ખાસ તકલીફ હાલ નથી. કોરોના કેસ વધતા બધાએ વેક્સિન લેવી જ જોઈએ.

કુડાસણના 22 વર્ષીય અંકિતા રાઠોડે જણાવ્યુ કે, હાલમાં કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે આ રસી લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જે રીતે એક બીજા લોકોમાં જે પ્રસરી રહ્યો છે તેની સામે આ રસી લેવાથી રક્ષણ મળી રહે તેમ છે. વેક્સિન લીધા પછી કોરોના થશે કે નહીં તે કહી ના શકું પણ વેક્સિન લીધા પછી મોત તો નહીં જ થાય એટલી તો ખબર પડી ગઇ છે. જેથી સૌ કોઈએ રસી અચૂક લેવી જ જોઈએ.

વેક્સિન લીધા પછી કોરોના થશે કે નહીં તે કહી ના શકું પણ વેક્સિન લીધા પછી મોત તો નહીં જ થાય એટલી તો ખબર પડી ગઇ છે
વેક્સિન લીધા પછી કોરોના થશે કે નહીં તે કહી ના શકું પણ વેક્સિન લીધા પછી મોત તો નહીં જ થાય એટલી તો ખબર પડી ગઇ છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા ચિલોડના 30 વર્ષીય પિયુષ શુક્લએ કહ્યું કે, 28મીએ રજીસ્ટ્રેશન કરાવ્યું, ગઈકાલે હું ઓફીસથી આવ્યો ત્યારે અપડેટ આવી ગયું હતું. બહુ જલ્દી વેક્સિન માટે નંબર આવી ગયો તે માટે કોર્પોરેશનનો આભાર માનું છું. દરેક લોકોએ રસી લેવા મારી અપીલ છે. જે રીતે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે ખરેખર વખાણવા લાયક છે. સંપૂર્ણ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો