તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકૂફ:ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે કોરોનાની રસીકરણની કામગીરી મોકૂફ રખાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા અને બાળકના રસીકરણ દિવસ- મમતા ડેની કામગીરીને ધ્યાનમાં રાખીને રસીકરણ મોકૂફ રખાયું

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે તા. 7 જુલાઇ, 2021 ના રોજ માતા અને બાળકના રસીકરણ દિવસ-મમતા ડેની કામગીરીને ધ્યાનમાં રાખીને સમગ્ર ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી આપવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મનુભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે રક્ષણ આપતી આમોદ શસ્ત્ર એવી કોરોનાની રસીકરણની કામગીરી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નક્કી કરાયેલ 40 રસીકરણ સેન્ટરો પર કરવામાં આવે છે. આ રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવે છે.

સમગ્ર ગાંધીનગર જિલ્લામાં તા. 7 મી જુલાઇ, 2021ના રોજ માતા અને બાળકના રસીકરણ દિવસ-મમતા ડેની કામગીરી કરવામાં આવનાર છે. જેથી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના કોરોનાના વેક્સિનેશન સેન્ટરો ખાતે તા. 7મી જુલાઇના રોજ કોરોનાની રસી આપવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જેની નોંધ સર્વે જિલ્લાના ગ્રામજનોએ લેવા અને સહકાર આપવાની અપીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...