રસીકરણની કામગીરી:રાંચરડાના પાંજરાપોળના સંચાલકોનું પોતાના ખર્ચે 5000 પશુને રસીકરણ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વાયરસને પગલે સાવચેતીના ભાગરૂપે રસીકરણની કામગીરી

જિલ્લામાં લમ્પી વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડાના પાંજરાપોળના સંચાલકોએ સલામતીના ભાગરૂપે પોતાના ખર્ચે પાંજરાપોળના 5000 જેટલા પશુઓને રસી આપી. રસીકરણની કામગીરીમાં જિલ્લા પશુપાલન વિભાગના તબિબોએ સેવા આપી હતી. જિલ્લામાં લમ્પી વાયરસનો હાહાકાર મચાવ્યો છે. લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકારે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત તાલુકાકક્ષાએ કમિટી બનાવીને પશુપાલકોને જાગૃત્ત કરવા માટે સભાઓ યોજવામાં આવી રહી છે. વધુમાં પશુઓને લમ્પી વાયરસથી કેવી રીતે બચાવી શકાય તેની પણ જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી લમ્પી વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે અવરનેશ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધી જિલ્લાના ગામોમાં 200 જેટલી સભાઓ કરીને પશુ ચિકિત્સકો દ્વારા પશુપાલકોને લમ્પી વાયરસ કેવી રીતે ફેલાય છે. લમ્પી વાયરસને અટકાવવા પશુઓની ખરીદી તેમજ હેરાફેરી નહી કરવાની જાણકારી આપવામાં આવી છે.ત્યારે જિલ્લાના પાંજરાપોળના સંચાલકોને પણ પોતાના પશુઓની અવર જવર નહી કરવા તેમજ અન્ય જિલ્લામાંથી પશુઓને નહી લાવવાની સુચના આપી છે.

વધુમાં પાંજરાપોળ અને ગૌ શાળામાં રાખેલા પશુઓ અને ગાયોને રસીકરણની પણ સુચના આપી હતી. જેના ભાગરૂપે જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ખાતેના પાંજરાપોળના સંચાલકોએ સલામતીના ભાગરૂપે પોતાના ખર્ચે રસીની ખરીદી કરી હતી. ઉપરાંત પાંજરાપોળના 5000 પશુઓને રસી આપવા માટે જિલ્લા પશુપાલન વિભાગના પશુ ચિકિત્સકોએ રસીકરણની સેવા આપી હતી. જિલ્લા પશુપાલન વિભાગના 5 પશુ ચિકિત્સકોએ રસીકરણની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...