તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:શહેરમાં 18-44 વયજૂથને રસી અપાતાં રસીકરણ 25% વધ્યું

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીનગરમાં 16 જાન્યુઆરીથી 2 જૂન સુધીમાં રસીના 1.78 લાખથી વધુ ડોઝ અપાયા
  • 2 ડોઝ વચ્ચેનો સમય વધારાતાં બીજા ડોઝ માટે 1500 લોકો આવતા, 15 દિવસથી માત્ર 100 લોકો આવે છે

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી રસીના કુલ 1.78 લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. 2 ડોઝ વચ્ચેના સમયમાં કરાયેલા ફેરફારને કારણે કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે 3 મહિનાનો જ્યારે કોવેક્સિનના 2 ડોઝ વચ્ચે 28થી 42 દિવસનો સમયગાળો રખાયો છે. કોવેક્સિનના માત્ર 11,665 જેટલા ડોઝ અપાયા છે.

.કોવિશિલ્ડના બીજા ડોઝમાં દૈનિક 80 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. અગાઉ દૈનિક સરેરાશ 1500 લોકોને બીજો ડોઝ અપાતો હતો, જેનો આંક 15 દિવસથી 100ની નીચે આવી ગયો છે. બીજી તરફ 1 મેથી 18થી 44 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરાયું હતું. 15 દિવસથી બીજા ડોઝમાં ઘટાડો થવા છતાં 18-44 વયજૂથમાં રસીકરણમાં વધારો કરતાં કુલ વેક્સિનેશનમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.

મનપા વિસ્તારમાં અત્યાર સુધીના કુલ 1,78,754 ડોઝમાંથી 1,42,061 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 36,693 લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. મનપા વિસ્તારમાં ‌16 જાન્યુઆરીથી હેલ્થ કર્મચારીઓને રસી આપવાની શરૂઆત કરાઈ હતી જેમાં અઠવાડિયામાં 258 લોકોએ રસી લીધી હતી. શરૂઆતમાં રસીના 2 ડોઝ વચ્ચે 28 દિવસનો સમયગાળો હતો. જેને પગલે 14 ફેબ્રુઆરીથી બીજા ડોઝની શરૂઆત થઈ હતી, જેમાં 19 ફેબ્રુઆરી સુધીમાં 92 કર્મચારીઓએ બીજો ડોઝ લીધો હતો.

1 માર્ચથી વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડ વ્યક્તિઓ માટે રસીકરણ શરૂ કરાયું હતું જેમાં 30 એપ્રિલ સુધીમાં કોરોના વોરિયર્સ અને નાગરિકોને મળીને કુલ 52324 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 20035ને બીજો ડોઝ અપાયો હતો. એટલે 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધીના 105 દિવસમાં બંને ડોઝ મળીને કુલ 72,359 ડોઝ અપાયા હતા.

1 મેથી 18થી 44 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાતાં રસીકરણ વધ્યું હતું જેમાં પ્રથમ 105 દિવસ સામે છેલ્લા 33 દિવસમાં ડબલથી વધુ રસીકરણ થયું હતું. 1મેથી લઈને 2 જૂન સુધીમાં ગાંધીનગરમાં રસીના કુલ 106395 ડોઝ અપાયા છે, જેમાં 89737 નાગરિકોને પ્રથમ અને 16658ને બીજો ડોઝ અપાયો હતો.

બુધવારે મહાનગર પાલિકા વિસ્તારમાં રસીના કુલ 5,317 ડોઝ અપાયા
ગાંધીનગર મનપા વિસ્તારમાં બુધવારે રસીના કુલ 5317 ડોઝ અપાયા હતા. મનપામાં અત્યાર સુધી 1,42,061 નાગરિકોને રસી અપાઈ ચૂકી છે. જેમાં 81125 પુરૂષ અને 60911 સ્ત્રીનો સમાવેશ થાય છે. 18-44 વર્ષના 83397, 45થી60 વર્ષના 34331 તથા 60થી ઉપરના 24314 નાગરિકોને કોરોનાની વેક્સિન અપાઈ ચૂકી છે.

તારીખ1લો ડોઝ2જો ડોઝકુલ ડોઝ
1 મે25629733535
2 મે11141911305
3 મે16009202500
4 મે23027233025
5 મે155412532807
6 મે157111042675
7 મે176520823847
8 મે140419983402
9 મે9015731474
10 મે100318712874
11 મે185418733727
12 મે19146792593
13 મે204914613510
14 મે9810981
15 મે10811021183
16 મે9671986
17 મે11544159
18 મે11945164
19 મે10848156
20 મે1928381966
21 મે2063282091
22 મે2030202050
23 મે168371690
24 મે4494284522
25 મે4669364705
26 મે4462174479
27 મે4856434899
28 મે5621745695
29 મે5430885518
30 મે3969203989
31 મે5370845454
કુલ715391642487963

અન્ય સમાચારો પણ છે...