તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વેક્સિનેશનમાં 1 જ દિવસમાં 7776થી વધુનો ઘટાડો થયો!

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જથ્થો ખૂટી પડતાં રસીકરણ ઓછું કર્યું
 • મનપામાં 10 સેન્ટર દીઠ પ્રથમ દિવસે 200 બાદ હવે રોજના 100 જ વેક્સિનેશનો ટાર્ગેટ

કોરોના સામેના જંગમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સાથે વેક્સિનેશન પર બહુ મોટુ અને કારગત હથિયાર છે. ત્યારે ઓછા જથ્થાને પગલે વેક્સિનેશન પર અસર પડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કોરોનાને લઈને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અપાતી યાદી પ્રમાણે જોઈએ તો 1 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનમાં 4667 લોકોને જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 6341 નાગરિકોને વેક્સિન અપાઈ હતી. જેની સામે 2 મેના રોજ કોર્પોરેશન વિસ્તારમાં માત્ર 861 અને ગ્રામ્ય વિસ્તારમાં 2371 નાગરિકોને રસી અપાઈ હતી. એટલે એક જ દિવસમાં જિલ્લામાં વેક્સિનેશમાં 7776નો ઘટાડો આવ્યો હતો.

સ્ટેટની યાદી પ્રમાણે 1 તારીખે 2,17,093 લોકોને રસી અપાઈ હતી જ્યારે 2 તારીખે 1,27,009 લોકોને રસી અપાઈ હતી. એટલે કે સ્ટેટમાં એક જ દિવસમાં 90,084નો ઘટાડો થયો કહેવાય. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર સહિત રાજ્યમાં રસીનો ડોઝનો જથ્થો ખૂટી ન પડે તે માટે રસીકરણની ગતિ ધીમી કરાઈ છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની જ વાત કરીએ તો 1 મેના રોજ 18 વર્ષથી વધુ વયના લોકોના 10 સેન્ટર પર સેન્ટરદીઠ 200ના ટાર્ગેટ સાથે રસીકરણ કરાયું હતું. જ્યારે 2 મેના રોજ 200નો ટાર્ગેટ 100નો કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો