તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબોની હડતાળની ઈફેક્ટ:રસીકરણમાં શુક્ર‌વારે એક જ દિવસમાં 3447નો ઘટાડો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્પોરેશન-ગ્રામ્ય વિસ્તારમાં 14,059 સામે શુક્રવારે 10,612ને રસી અપાઈ

ગાંધીનગર જિલ્લામાં કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તાર મળીને શુક્રવારે કુલ 10612 લોકોને રસી અપાઈ હતી. પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલ, ઈએસઆઈ સહિતની હોસ્પિટલોના તબીબોની હડતાળને પગલે રસીકરણના કેન્દ્રો ઓછા કરાયા હતા. જેને પગલે ગુરુવારે થયેલા કુલ 14,059 કુલ રસીકરણમાં શુક્રવારે 3447 જેટલો ઘટાડો આવ્યો હતો. ગ્રામ્યમાં 38 સેન્ટરો પર 7472 ને રસી અપાઈ હતી. અત્યાર સુધી 3,47,110 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 97592 લાભાર્થીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં 20 જુન સુધી ગ્રામ્ય વિસ્તારોમાં 43 જેટલા સેન્ટર ચાલતા હતા, જેમાં અંદાજે 3500-3600 જેટલા નાગરિકોને રસી અપાતી હતી. 21 જૂનથી રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 90 સેન્ટરો શરૂ કરાયા હતા, જેમાં પ્રથમ દિવસે જ 9622 લોકોને રસી અપાઈ હતી, ચાર દિવસ સુધી કુલ 90 સેન્ટરો પર સાડાનવ હજાર જેટલા લોકોને રસી અપાઈ હતી, 24 જૂનના રોજ પણ 9857 લોકોને રસી અપાઈ હતી. શુક્રવારે ગ્રામ્યમાં 38 સેન્ટરો પર 7472 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી.

આ તરફ કોર્પોરેશનમાં પણ સામાન્ય દિવસોમાં ચાલતા 40 વેક્સિનેશન સેન્ટર 15 કરી દેવાયા હતા. જેમાં શુક્રવારે 3140 જેટલા લોકોને રસી અપાઈ હતી, જેમાં સામાન્ય દિવસોમાં કોર્પોરેશનમાં દૈનિક 4 હજારથી વધુ લોકોને રસી અપાઈ હતી. ગુરુવારે જ 4202 લોકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...