સફળ કામગીરી:પ્રથમ ડોઝની 100% કામગીરી માટે આજે વેક્સિનેશન ડ્રાઇવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમગ્ર જિલ્લાના ગામ્ય વિસ્તારોમાં

ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી 90 ટકાથી ઉપર થઇ હોય તેવા ગામોમાં 19મીને રવિવારે વેક્સિનેશનની કામગીરી યોજવામાં આવશે. જેના માટે જિલ્લાના ચાર અધિકારીઓને દરેક તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત જિલ્લા પંચાયતના ચાર અધિકારીઓને તાલુકાઓની જવાબદારી સોંપાઈ છે.

તેમાં કલોલ તાલુકાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, ગાંધીનગર તાલુકાની જવાબદારી આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મિનલબા વાળા, જિલ્લા પશુપાલન અધિકારી એસ.આઇ.પટેલને દહેગામ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને માણસા તાલુકાની જવાબદારી સોંપાઈ છે. સઘન વેક્સિનેશનની ખાસ ડ્રાઇવમાં શિક્ષકો, ખેતીવાડી, પશુપાલન, આરોગ્ય સહિતના વિભાગના કર્મચારીઓનો સહયોગ લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...