તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જન્માષ્ટમી નિમિત્તે વેક્સિનેશન બંધ: કોરોના શૂન્ય

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ જન્માષ્ટમીના પર્વ સુધીમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે અને જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

જ્યારે બીજી તરફ કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દી સાજો થયો નથી તેમજ મોત પણ થયું નથી. બીજી તરફ જન્માષ્ટમીની રજાને પગલે જિલ્લાના ગ્રામ્ય અને મનપા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. જેને પરિણામે રવિવારે બંધ રહેલું વેક્સિનેશનની કામગીરી તારીખ 30મી, સોમવારે પણ બંધ રહેશે તેમ જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...