તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠા રસીકરણમાં સમગ્ર દેશમાં મોખરે:જિલ્લાના 98 ટકા લોકોએ વેક્સિન લીધી, 6.17 લાખની વસતિમાંથી 6.04 લાખે પહેલો ડોઝ લઈ લીધો

ગાંધીનગર, બનાંસકાંઠા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં 45થી વધુની વયજૂથના 55 ટકા લોકોને પહેલો ડોઝ

રાજ્યમાં સૌથી ઓછાં શહેરો અને મહત્તમ ગ્રામીણ વસતિ ધરાવતો બનાસકાંઠા જિલ્લો દેશમાં 98 ટકા લોકોના રસીકરણ સાથે મોખરે છે. જિલ્લામાં હાલ 45થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે અને એક જ મહિનામાં અધિકારીઓએ વ્યૂહાત્મક આયોજન ઘડીને 6.17 લાખની વસતિ સામે 6.04 લાખ કરતાં વધુ લોકોને ઓછામાં ઓછો પહેલો ડોઝ આપી દીધો છે.

બનાસકાંઠાના જિલ્લા પ્રભારી સચિવ વિજય નેહરા.
બનાસકાંઠાના જિલ્લા પ્રભારી સચિવ વિજય નેહરા.

પ્રભારી સચિવના કહેવા પ્રમાણે ચાલ્યાઃ કલેક્ટર
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે કહ્યું હતું કે અમે આ માટે અમારા જિલ્લાના પ્રભારી સચિવ વિજય નેહરાના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા. જે દિવસથી રસીકરણ શરૂ થાય એ જ દિવસથી મહત્તમ લોકોને આવરી લેવા જોઈએ. આ કારણોસર અમે દૈનિક 50થી 55 હજારની સરેરાશથી રસીકરણ થાય તે લક્ષ્યાંક પાર પાડ્યું. આ માટે ધાર્મિક ગુરુઓ, દૂધ મંડળીઓ, પંચાયત સભ્યો, સખીમંડળ, વ્યાપારી, એપીએમસી સહિતના લોકોને પ્રોત્સાહિત કર્યા.

બનાસકાંઠામાં વેક્સિનેશનમાં લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો.
બનાસકાંઠામાં વેક્સિનેશનમાં લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો.

બનાસકાંઠામાં 98 ટકા વેક્સિનેશન
દેશમાં માત્ર 40 ટકા, જ્યારે ગુજરાતમાં 55 ટકાને રસી અપાઈ છે. સમગ્ર દેશમાં હાલ રસીકરણ ચાલી રહ્યું છે એમાં 45થી વધુ વયના લોકોની કુલ વસતિના માત્ર 40 ટકા, જ્યારે ગુજરાતમાં આ જ વયજૂથના 55 ટકા લોકોને પહેલા ડોઝની રસી અપાઇ છે. એની સામે બનાસકાંઠામાં આ લક્ષ્યાંક 98 ટકા હાંસલ થયો છે.

રસીકરણ બે રીતે થયું, કેન્દ્રો પર અને ગામેગામ ફરીને
રસીકરણની માટે બે પ્રકારનું આયોજન કારણભૂત રહ્યું. એક તો રસીકરણ કેન્દ્રો પર સ્વયંભૂ આવે તેમનું રસીકરણ કરવું. ઉપરાંત ગામેગામ ફરીને આરોગ્યકર્મીઓ જેમ બાળરોગો માટે રસી અપાય છે તેમ રસી આપતા હતા, જેથી આખું કામ સરળતાથી પાર પડ્યું. હજુ આગામી સમયમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની થશે ત્યારે આ જ રીતે ઝડપથી કાર્ય થશે.

અન્ય સમાચારો પણ છે...