તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:30 દિવસમાં મનપા વિસ્તારમાં પ્રથમ વખત 4669 લોકોને રસી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘મારી સોસાયટી’માં 100 ટકા રસીકરણના અભિયાનના ભાગરૂપે મનપા વિસ્તારના સેક્ટર-સોસાયટી કાર્યક્રમ યોજાશે

છેલ્લા ત્રીસ દિવસમાં પ્રથમ વખત મનપા વિસ્તારમાં એક જ દિવસમાં 4669 લોકોને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મારી સોસાયટીમાં 100 ટકા વેક્સિનેશન અભિયાન અંતર્ગત મનપા વિસ્તારના સેક્ટર, સોસાયટી કે મહોલ્લો કે ગામમાં ખાસ રસીકરણ કાર્યક્રમ યોજાશે તેમ સે.-27માં યોજાયેલા માસ વેક્સિનેશન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિતિ મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે.

કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધેલી વ્યક્તિઓને કોરોનાની બીજી લહેરની આંશિક અસર થઇ હતી. જ્યારે બીજી તરફ કોરોનાની સભંવિત ત્રીજી લહેર વધારે ખતરનાક હોવાની આરોગ્યક્ષેત્રના તજજ્ઞોએ આગાહી કરી છે. ત્યારે સમગ્ર દેશમાં સઘન વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારને 100 ટકા રસીકરણ કરવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમાં મનપા વિસ્તારના સેક્ટરોના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત સોસાયટીઓ, ગામો, મહોલ્લાઓમાં રસીકરણના ખાસ સેન્ટરો ઉભા કરીને સ્થાનિક લોકોને રસી અપાઈ રહી છે. 30 દિવસની સરખામણીમાં શનિવારે સૌથી વધુ રસીકરણ કરાયું છે. તેમાં મનપા વિસ્તારમાં કુલ-4669 લોકોએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે.

ત્યારે ગાયત્રી સોસાયટીમાં બે દિવસ ચાલનારા વેક્સિનેશન કેમ્પને ખુલ્લો મુકાત મનપાના આરોગ્ય અધિકારી ડો.કલ્પેેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મારી સોસાયટી 100 ટકા રસીકરણ અભિયાનના ભાગરૂપે મનપા વિસ્તારમાં આવેલા સેક્ટર, સોસાયટી, મહોલ્લા, ગામમાં વેક્સિનેશનના કેમ્પ યોજવામાં આવશે. જેના માટે સ્થાનિક લોકોએ રસીકરણ માટે જગ્યાની વ્યવસ્થા કરવાની રહેશે. તેના માટે સ્થાનિક લોકોએ મનપાના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...