તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઉવારસદ ગ્રામ ઉદ્યોગ તાળા તોડી 60 હજારના એસીની ચોરી

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારની રજાના દિવસે તસ્કરો કળા કરી ગયા
  • અડાલજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

ઉવારસદ ગામમાં આવેલા ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાના ગોડાઉનમાંથી રવિવારે રૂ. 60 હજારનાં 3 એસીની ચોરી થઈ હતી. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવાતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ દુર્ગાપ્રસાદ ગુપ્તા (રહે. દેવનંદન પરિસર, અડાલજ) ઉવારસદમાં ગ્રામઉદ્યોગ સેવા સંસ્થાન વૉશિંગ પાઉડર સહિતની ઘરેલુ ઉપયોગી વસ્તુઓની ડિસ્ટ્રિબ્યુટરશિપ ધરાવે છે. અગાઉ જ્યાં બંગલો રાખીને વેપાર કરી રહ્યા હતા. ત્યાર બાદ બંગલો ખાલી કરતા તેમાં લગાવેલાં 3 એસી ખોલીને સંસ્થાના ગોડાઉનમાં લાવવામાં આવ્યાં હતાં.

દરમિયાન 5 જૂને બપોરે 3 વાગ્યાના અરસામાં ગોડાઉન બંધ કરીને દુર્ગાપ્રસાદ ઘરે ગયા હતા જ્યારે બીજા દિવસે સંસ્થામાં રવિવારની રજા હોવાથી તે 7 જૂને સોમવારે સંસ્થા પર ગયા હતા. ગોડાઉનના લોખંડના દરવાજાનું તાળું તૂટેલું જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે અંદર પ્રવેશી ગોડાઉનમાં તપાસ કરતાં સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને ગોડાઉનમાંથી 3 ઍર કન્ડિશન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી ગયા હતા. જે બાબતની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં આપતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...