તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ અનલોક:11 મહિના બાદ આજથી અપર પ્રાયમરી શાળાઓ શરૂ થશે

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓએ માત્ર રિવિઝન માટે શાળાએ જવું પડશે

છેલ્લા 11 માસથી કોરોનાએ અપર પ્રાયમરીને બંધ કરી દીધી હતી. જે 18મી, ગુરૂવારથી પ્રારંભ થશે. ધો.-6થી 8 શાળાઓ શરૂ થતાં જિલ્લાની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ 700 શાળાઓ ધમધમતી થઇ જશે.

કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓ સંક્રમિતનો ભોગ બને નહી તે માટે શાળાઓને બંધ રાખવામાં આવી હતી. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગ તબક્કાવાર શાળાઓ ખોલી રહ્યું છે. જેમાં ગત 11મી જાન્યુઆરીએ ધો.-10 અને 12ની શાળા ખોલાઈ હતી. ત્યારબાદ 21 દિવસ પછી ગત 1લી, ફેબ્રુઆરીથી ધો.-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલી દેવામાં આવી છે. જોકે તબક્કાવાર શાળાઓ ખોલવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોય તેવો કોઇ જ કિસ્સો નોંધાયો નથી. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે 18મી ગુરૂવારથી અપર પ્રાયમરી (ધો.-6થી 8)ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ઓનલાઇન શિક્ષણથી મોટાભાગનો અભ્યાસક્રમ પૂૂર્ણ થઇ ગયો હોવાથી વિદ્યાર્થીઓ માત્ર રિવિજન માટે જ શાળામાં જવું પડશે. જોકે વિદ્યાર્થીઓ સંક્રમિત થાય નહી તે માટે સામાજિક અંતર, વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું, સાબુ અને સેનેટાઇઝરથી હાથ સાફ કરવા સુચનાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગે નિયત કરેલી એસઓપીનું પણ ફરજિયાત પાલનની શાળાના સંચાલકોને સુચના આપી છે.

ચૂંટણી કામગીરી વચ્ચે બાળકો શાળામાં આવશે
અપર પ્રાયમરી શરૂ કરવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે શિક્ષક આલમમાં રોષ ઉઠવા પામ્યો છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચુંટણીની કામગીરીનો શિક્ષકોને આદેશ કર્યો છે. ઉપરાંત તાલીમ સહિતની કામગીરીમાં શિક્ષકો સંકળાયેલા છે. જ્યારે બીજી તરફ શાળા શરૂ થતાં બાળકોને શિક્ષણ આપવું કે ચુંટણીની કામગીરી કરવી તેવી ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો