તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021 વિધાનસભામાં પસાર થયું, રાજ્યમાં 7 નવી ખાનગી યુનિવર્સિટીઓ બનશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર
  • ગુજરાતમાં વર્ષ 2002માં 11 યુનિવર્સિટીઓ હતી જે વધીને અત્યારે 83 યુનિવર્સિટીઓ થઇ
  • સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021 પરની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવાની કસોટીમાં ખરી ઉતરી છે.

એટલું જ નહિ, રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.

રાજ્યમાં 7 નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી મળશે

વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળવાની છે, તેમ પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સમયાનુકુલ બદલાવ લાવવા ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

શિક્ષણનો વ્યાપ વધારવા પ્રયાસ
ચુડાસમાએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં હાલ ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી 22.5 ટકા જેટલી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ 50 ટકાએ પહોંચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા 7 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે.

ગુજરાતમાં પહેલીવાર મહિલા યુનિવર્સિટી શરૂ કરાશે
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમવાર સંપૂર્ણ મહિલા યુનિવર્સિટીની સ્થાપના આ સુધારા વિધેયકને અનૂમતિ મળવાની છે. 1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ સુધી SNDT યુનિવર્સિટી-મુંબઇ જ રાજ્યમાં મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત હતી. હવે, સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે.

રાજ્યમાં હાલ 83 યુનિવર્સિટીઓ કાર્યરત
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ 2002માં 11 યુનિવર્સિટીઓ હતી જે વધીને 45 ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે 83 યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે.

ક્યાં 7 નવી યુનિવર્સિટીઓ બનશે?
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021ના પરિણામે હવે, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરત ઉપરાંત સાર્વજનિક યુનિવર્સિટી સુરત, ડૉ. કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી (કેજીપીયુ) વડોદરા, સુરેન્દ્રનગર યુનિવર્સિટી-સુરેન્દ્રનગર, યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી વાલીયા-ભરૂચ, દર્શન યુનિવર્સિટી હડાળા-રાજકોટ તેમજ મોનાર્ક યુનિવર્સિટી દસક્રોઇ- જિ. અમદાવાદ એમ વધુ 7 નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો