તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધેયક:વિધાનસભામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી બિલ, 2021 સર્વાનુમતે પસાર, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે ITRA નામથી સંસ્થા શરૂ થશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
  • વર્ષો જુના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ, 1965ને સ્થાને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, 2021 લાવવામાં આવ્યુ.

આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, 2021 વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયકને રજૂ કરતાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આયુર્વેદમાં શિક્ષણનું સ્તર ઊંચું લવાશે
નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે, સંસદના અધિનિયમમાં સમાવિષ્ટ ઘોષણાથી પ્રેરીત અને પ્રોત્સાહિત થઇને, રાજ્ય સરકારે અસંખ્ય જાણીતા અથવા અજાણ્યા ઋષિઓ સહિત અથર્વવેદ અને મહર્ષિ ચરક દ્વારા રજુ કરવામાં આવેલા આયુર્વેદનું પ્રાચીન જ્ઞાન આપતી સંસ્થાઓ અને કોલેજો, રાજ્ય તેમજ દેશના લોકોમાં જ્ઞાનનો ફેલાવો કરવામાં નવા શિખરો સર કરે તે હેતુથી, આયુર્વેદમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સંસ્થાઓ તથા કોલેજોના વહીવટમાં વ્યવસાયીકરણ લાવવાની કામગીરી હાથ ધરી છે.

આ હેતુ પાર પાડવા માટે વિદ્યમાન સંસ્થાઓ અને કોલેજોના શિક્ષણ અને વહીવટને વેગવંતો બનાવવાથી, ઔષધ આયુર્વેદ પધ્ધતિમાં ઉંડાણપૂર્વકના સંશોધન દ્વારા નવી શિક્ષણ પધ્ધતિ વિકસીત કરી શકાશે જેથી કરીને, એલોપેથીક, હોમિયોપેથીક, ઔષધની પધ્ધતિઓની સાથે, આયુર્વેદ પધ્ધતિ એક સુસજ્જ અને આધુનિક તબીબી પધ્ધતિ બની શકે. રાજ્ય સરકાર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ-1965 રદ કરી અને કેટલીક વધુ સમય માંગી લેતી પ્રક્રિયાઓ દૂર કરીને નવી અસરકારક રૂપરેખામાં તેને ફરીથી અધિનિયમીત કરશે. આયુર્વેદ યુનિવર્સિટી અને કોલેજોના વહીવટની નવી પધ્ધતિઓમાં પણ તેનો સમાવેશ કરાશે.

ITRA નામથી નવી સંસ્થા શરૂ કરાશે
નાયબ મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે, આ નવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ(ITRA) નામની સંસ્થાને પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 13 નવેમ્બર, 2020ના રોજ એટલે કે ધનતેરસના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરીને ફરી એક વાર ગુજરાતને તેઓનું રૂણી બનાવ્યુ છે. આજના આધુનિક યુગમાં આપણી સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થયેલ છે. પ્રાચીનકાળથી રોગોના ઉપચાર તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે તથા શરીરના વિવિધ પ્રકારના રોગોના નિદાન કરવા, સ્ત્રી તથા બાળરોગોનો અસરકારક નિરાકરણ કરવા દેશમાં ઉપલબ્ધ જડીબુટૃી, વનસ્પતિઓ તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કરી, વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરૂ કરવામાં આવી છે.

ત્રણ મહત્વની સંસ્થાઓ ITRAમાં જોડાશે
રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર સાથે જોડાયેલ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ (1) ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદા, (2) શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (3) ધી ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ ફાર્મસી યુનિટ સહિતને એકીકૃત કરીને સ્થાપવામાં આવેલ છે. ત્રણ સંસ્થાઓ ITRA Act, 2020ની સ્થાપના અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર સાથે સંલગ્ન હતી. હવે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સ્થાપના થવાથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન આ ત્રણેય સંસ્થાઓને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી અલગ કરવાની થતી હતી અને તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ, 1965માં સુધારો કરવાનો થતો હતો કે જેથી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ કાર્યરત થઇ શકે.

રાજ્ય સરકારે આ તકને ઝડપી વર્ષો જુના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ, 1965ને સ્થાને આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, 2021 લાવવામાં આવ્યુ છે.

ત્રણ સંસ્થાઓ જોડવા સંસદમાં એક્ટ પસાર કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતની સંસદે સપ્ટેમ્બર, 2020માં ગુજરાતની આયુર્વેદ શિક્ષણ સાથે જોડાયેલ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ (1) ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ, (2) શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (3) ધી ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ ફાર્મસી યુનિટને એકીકૃત કરીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા એવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદની સ્થાપના કરવા માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એક્ટ (ITRA), 2020 પસાર કર્યુ હતું જે ગુજરાત રાજ્ય માટે ખરેખર એક ગર્વની બાબત ગણી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો