એગ્રિએશિયા એક્સ્પો:દેશમાં યુનાઇટેડ ફોસ્ફરસની પ્રોનુટિવા બાયોસોલ્યુશનથી કૃષિક્રાંતિ આવી શકે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં 11મા એગ્રિએશિયા એક્સ્પોમાં ચર્ચા થઇ

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 11મા એગ્રિએશિયા એક્સ્પોનું આયોજન કરાયું છે જેમાં ડેરી, પશુપાલન અને પોલ્ટ્રીને લગતાં વિષયોમાં પરિસંવાદ અને પ્રદર્શનો યોજાયાં છે. આ પરિસંવાદમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ દ્વારા રજૂઆત કરાઇ હતી કે જે ભારતના ખેડૂતોને ખૂબ ઓછાં ખર્ચે મબલખ ખેત ઉત્પાદન કરાવશે અને સરવાળે તે પ્રકૃતિ માટે પણ લાભકારક રહેશે.

આ એક્સ્પોનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિમંત્રી પુરષોત્તમ રૂપાલાએ કર્યું હતું. અહીં યોજાયેલા પરિસંવાદમાં યુપીએલના ઝોનલ માર્કેટિંગ મેનેજર કિશોર મેંદપરાએ કહ્યું કે અમે પ્રોનુટિવા નામે એક બાયોસોલ્યુશન વિકસાવ્યું છે જે જૈવિક તત્ત્વોમાંથી બન્યું છે અને તે કૃષિપાકના છોડને વિકસવામાં મહત્તમ મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...