તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાચી સેવા:ગાંધીનગરમાં કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર વખતે ડાઘુઓને સંક્રમણથી દૂર રાખવા સ્મશાનમાં મહિલાઓની અનોખી કામગીરી

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્મશાનમાં મોટાભાગે સ્ત્રીઓ જવાનું પસંદ કરતી નથી ત્યાં જ સ્ત્રીઓ કામ કરે છે
 • જીવના જોખમે કામ કરનાર સ્ટાફને નજીવું 10 હજાર જ વેતન મળે છે

ગાંધીનગરના સેકટર-30માં આવેલા સ્મશાન ભુમીમાં મૃતકોની અંતિમ વિધિ માટે આવતાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા માટે મહિલાઓ કોરોના વોરિયર્સ તરીકે અનોખી કામગીરી કરી રહી છે. આ સ્મશાન ભુમીમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે આવતાં મૃતદેહના અંતિમ સંસ્કાર 24 કલાક કરવામા આવી રહ્યાં છે. જેના કારણે આવતાં ડાઘુઓ સંક્રમિત થાય તેવી ભીતી હોવાથી સ્મશાન ભુમીમાં સતત સફાઈ કરવામાં આવી રહી છે. આ સફાની કામગીરી આઠ મહિલા કોઈ પણ જાતના ડર વિના કરી રહી છે. આ મહિલાઓ પોતે સુરક્ષિત રહેવા ઉપરાંત ડાઘુઓને સુરક્ષીત રહેવા માટે સુચના આપે છે.

ત્યાંસ્મશાનથીકામ કરે છે

સ્મશાન કે સ્મશાન યાત્રામાં મોટાભાગે મહિલાઓ જોડાતા નથી પણ ગાંધીનગરની મહિલાઓ કોઈ કામ નાનું કે નાનપ વાળું નથી તેમ માની સ્મશાનમાં ફરજ બજાવે છે. ગાંધીનગરનાં સેકટર-30માં આવેલું સુપ્રસિદ્ધ સ્મશાન ગૃહ અનેક રીતે જાણીતું છે. શહેરનું જોવાલાયક સ્થળમાનું એક છે. જે સ્મશાનમાં મોટાભાગે સ્ત્રીઓ જવાનું પસંદ કરતી નથી ત્યાં જ સ્ત્રીઓ કામ કરે છે જે સમાજને અનોખી રાહ ચીંધે છે.

સ્ત્રીઓ મોટાભાગે સ્મશાન યાત્રામાં પણ જોડાતી નથી ત્યાં વળી સ્મશાનમાં નોકરી કરવાની તો વાત જ ક્યાંથી રહી? પરંતુ અત્રેના સ્મશાનમાં સ્ત્રીઓ કામ કરે છે જેમાંથી બગીચા તેમજ ઈલેક્ટ્રીક અને લાકડાની અગ્નિદાહનું ફર્નેશ સફાઈનું કામ કરે છે.

સ્મશાનમાં સતત કામ કરતી મહિલા ટીમ

સેકટર-30નાં મુક્તિ ધામમાં ભાવનાબેન વિક્રમભાઈ, ચંદ્રિકાબેન પ્રકાશભાઈ, જયાબેન મુકેશ, ગૌરીબેન કરશનભાઇ, ગીતાબેન અરવિંદભાઈ, સૂર્યાબેન નટુજી, રમીલાબેન ધનજીભાઈ તેમજ સોનલબેન હિતેષ ભાઇ સતત પોતાની ફરજ બજાવીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ ની ભૂમિકા અદા કરી રહ્યા છે.

ગાંધીનગરનું મુક્તિ ધામ આદર્શ સ્મશાન

જ્યારે સ્મશાન એટલે ગામના છેવાડે અને વન વગડામાં આવેલું સ્થળ ગણવામાં આવતું હતું. ત્યારે ગાંધીનગર શહેરમાં આદર્શ સ્મશાનનું નિર્માણ થયું જેમાં બાગ-બગીચા, લાઇબ્રેરી તેમજ , સંતોની અનેક મૂર્તિઓ, જીવનચક્ર, શાહમૃગ, સસલાં વગેરેથી સ્મશાન વર્ષો પહેલાથી જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યું હતું. લોકો દૂર-દૂરથી ગાંધીનગરનું સ્મશાન જોવા આવતા હતા. અહીં કામ કરતી બહેનો ઈલેક્ટ્રીક સ્મશાનની ફર્નેશ તથા અંદરનો એરિયો સાફ-સફાઈ કરવાની જવાબદારી સંભાળી રહ્યાં છે.

18 લાકડાની ભઠ્ઠી અને બે CNG ભઠ્ઠી રાઉન્ડ કલોક ચાલુ રહે છે

ગાંધીનગરમાં કોરોનાનું મૃત્યુ આંક અકલ્પનીય છે. ત્યારે સેકટર-30નાં મુક્તિ ધામમાં લાકડાના 18 ભઠ્ઠા તેમજ CNGની બે ભઠ્ઠી રાઉન્ડ ધ કલોક ધમ ધમી રહી છે. ત્યારે મોતનો મલાજો જળવાય તેનું પણ આ બહેનો દ્વારા ખાસ ધ્યાન રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. એક સાથે 20 મૃતદેહના અગ્નિ દાહ આપવામાં આવી રહ્યા છે. ત્યારે અગ્નિદાહ પૂર્ણ થઈ ગયા બાદ બહેનો ભઠ્ઠાની આગને પાણીનો છંટકાવ કરીને ઠારી દેય છે. અને મૃતદેહોની રાખ એકઠી કરવા લાગી જાય છે. એકદમ સફાઈ થઈ ગયાં પછી ફરી બહેનો દ્વારા ભઠ્ઠી પર લાકડા, ઘાસનાં પુળા મૂકીને અગ્નિ દાહ માટે ભઠ્ઠી તૈયાર કરી દેવામાં આવતી હોય છે.

સતતસ્મશાનમાં 20સ્મશાનમાં 24 રહી છે

મુક્તિ ગામમાં આવતા ડાકુઓને સંક્રમણ ન લાગી જાય તે માટે અત્રેના કર્મચારીઓ 24 કલાકમાંથી 20 કલાક સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે મૃતદેહો નો અગ્નિ સંસ્કાર શક્ય બને છે. સ્મશાનમાં સતત મૃતદેહો આવતાં હોવાથી બહેનો તેમજ પુરુષ કર્મચારીઓ પોતાનાં જીવ નાં જોખમે સતત કામ તો કરી રહ્યા છે તેની સાથે લોકોને સુરક્ષીત રહેવા માટે પણ સુચના આપે છે.

કોર્પોરેશન દ્વારા અત્રેના સ્ટાફ માટે વેક્સિનેશનની કોઈ દરકાર કરવામાં આવતી નથી

એક તરફ કોરોના સંક્રમણ નો ભય સ્વજનો જ સ્મશાનમાં ડરી રહ્યા હોય છે ત્યારે પોતાનાં પરિવાર કે પોતાની ચિંતાઓ વચ્ચે અત્રેનો સ્ટાફ સતત કામ કરી રહ્યો છે. ત્યારે આ કર્મચારીઓને કોરોના રસી મળી રહે તે માટે કોર્પોરેશન તંત્ર ને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા ઘોર બેદરકારી દાખવવા માં આવી રહીહોવાનુંસ્મશાનનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

સ્મશાનમાં આવતા સ્વજનો પણ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે

મુક્તિધામમાં પોતાના સ્વજનને મુક્તિ અપાવવા માટે આવતા સ્વજનો પણ PPE કીટ, માસ્ક તેમજ કપડાં સહિતનો સામાન આડેધડ ફેંકીને જતા રહી ઘોર બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે સ્મશાનમાં કામ કરતી બહેનો દ્વારા કોઇપણ જાતના ડરવાના ઉપરોક્ત કચરો વીણી તેનો નિકાલ પણ કરતી હોય છે.

છે

મુક્તિધામમાં કામ કરનાર સ્ટાફ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે કોરોનાના કપરા કાળમાં કામ કરનાર કર્મચારીઓને જીવું કહી શકાય તેવું માત્ર દસ હજાર જ વેતન ચૂકવવામાં આવે છે ત્યારે રાઉન્ડ ધ ક્લોક કામ કરતા હોવા છતાં તેઓને તંત્ર દ્વારા ઓવરટાઈમ નું ભથ્થુ પણ ચૂકવવામાં આવતું નથી.

આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સતત મદદ કરી રહી છે

વહીવટી તંત્ર દ્વારા સ્મશાનનાં કર્મચારીઓ માટે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે ત્યારે નગરના આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સ્મશાનમાં કામ કરનાર સ્ટાફને 12 મહિનાનું કરિયાણું તેમજ દવાઓનો સો ટકા ખર્ચ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આઠ મહિના પહેલા જ આ તમામ પરિવારોને એક એક ફ્રીજ પણ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો