તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચાર:કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની આજે કલોલમાં જાહેર સભા સંબોધશે

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની. - Divya Bhaskar
ફાઇલ તસવીર: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની.
 • ભાજપના રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારનો રાઉન્ડ શરૂ
 • કલોલમાં નવજીવન મિલ કમ્પાઉન્ડ ખાતે સભા યોજાશે

ગાંધીનગરમાં જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓની ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતાઓનો પ્રચારનો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. મંગળવારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની કલોલમાં જાહેર સભાને સંબોધશે. ઇરાનીના ચૂંટણી પ્રચાર માટેના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ કલોલમાં પણ જનમેદનીને સંબોધન કરશે.

ગાંધીનગરમાં જિલ્લા-તાલુકા પંચાયત ઉપરાંત નગરપાલિકા માટે ઉમેદવારીપત્રો ભરવાનું પૂર્ણ થયા બાદ હવે પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જિલ્લાની તમામ પાલિકા- પંચાયતો ઉપર કબ્જો જમાવવા માટે ભાજપે પ્રચારની રણનીતિ ઘડી છે જેના ભાગરૂપે મતદારોને આકર્ષવા માટે પ્રદેશ નેતાઓ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓ પણ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળોએ સભા સંબોધશે.

ગ્રામ્ય મતદારો અને ખાસ કરીને મહિલા મતદારોને આકર્ષવા માટે ભાજપે સ્ટાર પ્રચારક તરીકે એક સમયના અભિનેત્રી અને વર્તમાન કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે. મંગળવારે એક જ દિવસમાં સ્મૃતિ ઇરાની 5 જાહેર સભા સંબોધવાના છે. કલોલમાં રાત્રે 8 વાગ્યે નવજીવન મીલ કમ્પાઉન્ડ ખાતે તેમની સભા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો