તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેટ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની ગ્રાન્ટમાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલને 25 પોર્ટેબલ બાયપેપ મશીનની ભેટ આપી

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભા સાંસદ તરીકે સોલા સિવિલને પણ 25 મશીન આપવામાં આવ્યા

ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગ્રાન્ટમાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલને 25 પોર્ટેબલ બાયપેપ મશીનની ભેટ આપવામાં આવતા આગામી દિવસોમાં સંભવિત આવનારી ત્રીજી લહેરમાં આ મશીનો દર્દીઓ માટે ફાયદા કારક નીવડશે. તે સિવાય સોલા સિવિલને પણ લોકસભા સાંસદની ગ્રાન્ટમાંથી 25-25 પોર્ટેબલ બાયપેપ મશીનની ભેટ આપવામાં આવી છે.

કોરોનાના કપરા સમયમાં દરેક વ્યક્તિને ઝડપથી અને સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. કોરોનાની મહામારી સામે રાજ્યની હોસ્પિટલોએ દર્દીઓ માટે સુદઢ સારવાર પૂરી પાડી છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની ગ્રાન્ટમાંથી ગાંધીનગર તેમજ અમદાવાદ સોલા હોસ્પિટલને કુલ 50 પોર્ટેબલ બાયપેપ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે .

આ પૈકી 25 બાયપેપ મશીન ગાંધીનગર અને સોલા હોસ્પિટલનને 25 - 25 મશીન અપાયા છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી આજે સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે અનેક વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નીયતિ લાખાણી જણાવ્યું હતું કે, આજે તંત્ર દ્વારા મશીનો લઈ આવવા માટે વાહનની સુવિધા ઉભી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેનાં થકી અમદાવાદ ખાતેથી મશીનો લઈ આવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોરોનાના ગંભીર લક્ષણો સાથે સારવાર માટે આવતા દર્દીઓ માટે આ બાયપેપ મશીન મીની વેન્ટિલેટર જેવું જ કાર્ય પુરૂ પાડશે. જેના થકી દર્દીને ખુબ જ ઝડપથી સારવાર અને સુવિધા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...