મહાત્મા મંદિરમાં જાહેર સાહસોનું એક્ઝિબિશન:કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે ખાનગી રોકાણની નીતિથી સ્પર્ધા વધશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસોના ખાનગીકરણનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવેલા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે જાહેર સાહસોમાં ખાનગી રોકાણ માટે લવાયેલી પોલીસીને કારણે સ્પર્ધા વધશે.

કેન્દ્ર સરકારના જાહેર સાહસોના મેગા એક્ઝિબિશનને ખુલ્લું મૂકતા નિર્મલા સિતારામને કહ્યું કે જાહેર સાહસો લાંબાગાળાના રોકાણ સાથે માળખાકીય વિકાસમાં યોગદાન આપે તેવા હેતુથી આવા સાહસોની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર પોતે રોકાણ અને ક્ષમતાઓનું નિર્માણ ન કરે ત્યાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ શક્ય ન હતા.

જાહેર સાહસો 1947થી આજદિન સુધી ભારતીય અર્થતંત્રને ઉંચુ લાવવામાં પોતાનું યોગદાન આપતા રહ્યા છે. વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને પરિણામે દેશના ઉદ્યોગ સાહસિકોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની તક મળી હતી. ગુજરાત એ ઉદ્યોગ સાહસિકો અને સાહસોની ભૂમિ છે. જે ભારતની વિશેષતા હતી.

અન્ય સમાચારો પણ છે...