તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન કી બાત:કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગરના રાયસણ ખાતે પ્રધાનમંત્રી મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ નિહાળ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમનું આયોજન મહાનગરના મહામંત્રી ગૌરાંગ પટેલના નિવાસસ્થાને કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન ગાંધીનગરના રાયસણ મુકામે કરવામા આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી કાર્યકરો સાથે બેસીને વડાપ્રધાનના કાર્યક્રમને નિહાળ્યો હતો.

દેશના લોકલાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસંવાદ કાર્યક્રમ 'મન કી બાત' કાર્યક્રમને ભાજપા કાર્યકર્તાઓ તથા નાગરિકો રેડિયો, ટીવી, મોબાઇલ એપ વગેરેના માધ્યમથી ઉમળકાભેર સાંભળે છે. ભાજપા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સાંભળવાનું આયોજન કરવામાં આવતું હોય છે.

આજે ઓગસ્ટ માસના અંતિમ રવિવારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગરના રાયસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ ઋચિર ભટ્ટ, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર સિદ્ધાર્થ પટેલ, મહાનગરના મહામંત્રી કનુભાઇ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહાનગર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજના આ 'મન કી બાત' કાર્યક્રમનું આયોજન મહાનગરના મહામંત્રી ગૌરાંગ પટેલના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરના વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા 'મન કી બાત' કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...