તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટારુનો હુમલો:ગાંધીનગરના વડસર ગામની સીમનાં ખેતરમાં વૃદ્ધા ઉપર હુમલો કરી 42 હજારના દાગીનાની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબે બેબીબેનના માથામાં 8 ટાંકા લઈને તેમને આઈસીયુમાં દાખલ કર્યા

ગાંધીનગરનાં કલોલમાં વડસર ગામની સીમમાં આવેલા ખેતરમાં 60 વર્ષીય વૃદ્ધા ઉપર હિંસક હુમલો કરીને અજાણ્યા શખ્સો 42 હજારના ચાંદીના દાગીનાની ધોળે દહાડે લૂંટ કરીને નાસી ગયા હોવાનો બનાવ સાંતેજ પોલીસ મથકમાં નોંધાવવા પામ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ બેભાન વૃદ્ધાને ગંભીર ઈજાઓ થવાથી કલોલની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

મોટો પુત્ર અમૃતજી કલોલ ખાતે રહે છે

ગાંધીનગરના કલોલ સબાસપુર મુકામે રહેતા નગીનજી આતાજી ઠાકોરના પરિવારમાં 60 વર્ષીય પત્ની બેબીબેન તેમજ પુત્ર અમૃતજી અને શૈલેષ છે. મોટો પુત્ર અમૃતજી કલોલ ખાતે રહે છે. જ્યારે શૈલેષ માતા પિતા સાથે રહે છે. નગીનજી ઠાકોરની કૌટુંબિક આશરે 12 વીઘા જમીન વડસર ગામની સીમ સબાસપુર કેનાલ થી જાસપૂર કેનાલ તરફ આવેલી છે. જે પૈકી પોતાના ભાગે આવતી બે વીઘા જમીનમાં તેમણે હાલમાં જુવારનું વાવેતર કરેલું છે.

બેબીબેનનાં માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું

જેમની જમીનને અડીને ટીનાભાઈ રબારીની જમીન આવેલી છે. બન્ને જમીન વચ્ચેની જગ્યામાં આંબાનાં ઝાડ નીચે નગીનજીએ લાકડાનો માચડો બનાવ્યો છે. જેની નજીક આરામ કરવા માટે લોખંડનો પલંગ મૂકેલો છે. જ્યાં બેબીબેન બેઠા હતા. નિત્યક્રમ મુજબ ગઈકાલે અગિયાર વાગ્યાના અરસામાં નગીનજી જમવાનું લેવા માટે ઘરે ગયા હતા. તે વખતે ખેતરમાં તેમના પત્ની બેબીબેન એકલા જ હતા. આશરે બારેક વાગ્યાના અરસામાં નગીનજી જમવાનું લઈને પરત આવ્યા હતા. ત્યારે તેમની વૃદ્ધ પત્ની લોહી લુહાણ હાલતમાં ઊંધા પડેલા હતા. આ જોઈને નગીનજી એકદમ ગભરાઈ ગયા હતા. બેબીબેનનાં માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું.

જેમના શરીર પરથી 35 હજારની કિંમતના ચાંદીના કડલાં, ચાંદીની સેરો રૂ.7 હજાર મળી કુલ 42 હજારના દાગીના ગાયબ હતા. જેનાં પરથી નગીનજીને પત્ની સાથે અજુગતિ ઘટના બની હોવાનો અંદાજ આવી ગયો હતો. બાદમાં તેઓ તાબડતોબ પરત ઘરે ગયા હતા અને પોતાના સગા પૂનમજી સાથે કારમાં પરત ખેતર પર આવ્યા હતા. બાદમાં ગંભીર હાલતમાં બેબીબેનને કલોલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બેભાન બેબીબેનના માથામાં 8 ટાંકા લઈને તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા. આ બનાવની નગીનજી એ ફરિયાદ આપતાં સાંતેજ પોલીસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...