તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીટ એન્ડ રન:શેરથા પાસે અજાણ્યા વાહનચાલકે વૃદ્ધા અને બાઈક સવારને અડફેટે લીધા, વૃદ્ધાનું મોત, બાઈક ચાલક સારવાર હેઠળ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી ફરાર

ગાંધીનગર અડાલજનાં શેરથા કટ પાસે રોડ ઉપર ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યો વાહન ચાલક બે રાહદારી મહિલા તેમજ બાઈક ચાલકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં રાહદારી વૃદ્ધા નું સ્થળ પર મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અડાલજના શેરથા ગામે હેમાજી શંભુજી વાસમાં રહેતા રમણજી પોપટજી ઠાકોર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના પિતા પોપટજીનું દસ વર્ષ અગાઉ અવસાન થયેલ છે. જ્યારે 60 વર્ષીય માતા કાંતાબેન પુત્ર રમણજી સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રિના સમયે કાંતાબેન તેમના ઓળખીતા શારદાબેન ઠાકોર સાથે ભજન માં જવા માટે નિકળ્યા હતા.

તે દરમિયાન શેરથા કટ પાસે રોડ પર અકસ્માત થયો હોવાની જાણ થતાં કુતૂહલવશ રમણજી ત્યાં ગયા હતા. એ વખતે તેમની માતા કાંતાબેન તેમજ શારદાબેન ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યા હતા. જ્યારે થોડેક દૂર એક બાઈક ચાલક પણ ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો.

આ અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સ ની ટીમે કાંતાબેન ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે શારદાબેન ને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બાદમાં શારદાબેન ની પૂછપરછ કરતાં શેરથા કટ પાસે રોડ ક્રોસ કરતા હતા તે વખતે કોઇ અજાણ્યો વાહન ટક્કર મારી ને નાસી ગયો હોવાનું રમણજી ને જાણવા મળ્યું હતું. આ ઘટના ની જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...