તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળક ગુમ થયું:ગાંધીનગરમાં બે માસના બાળકનું અપહરણ કરીને અજાણ્યો ઈસમ ફરાર, પરિવાર પર આભફાટી પડ્યું

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ
  • પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કરી તપાસ આદરી

ગાંધીનગરનાં અડાલજથી ઝુંડાલ તરફ જતા રોડ ઉપર શાંતિવન બંગલો નજીક પેંડલ રિક્ષામાં બાંધેલા ઝુલામાં સૂઈ રહેલા બે માસ આઠ માસના પૌત્રનું અજાણ્યો ઈસમ અપહરણ કરીને નાસી ગયો હોવાની ફરિયાદ દાદાએ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે અડાલજ પોલીસે દાદાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કરી તપાસ આદરી છે.

બે માસ આઠ દિવસનો દિકરો દિપક ગુમ થયો

અડાલજ ત્રિમંદિરની સામે મહાકાળી હોટલની પાછળ છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના મીઠુંનાથ ભોળાનાથ નાથ (જોગી) છેલ્લા બે વર્ષથી પરિવાર સાથે રહી છૂટક કાગળ વીણવાની મજુરી કરે છે. જેમના પરિવારમાં પત્ની જશોદાબેન તેમજ સૌથી મોટો દિકરો રાકેશ બીજો દિકરો મનુ ઉર્ફે સરવણ તેમજ તેનાથી નાની દીકરી તારા તેમજ સૌથી નાનો દિકરો વિક્રમ છે. જેમના મોટા દિકરા રાકેશનાં લગ્ન તેમના ગામની ગાયત્રી સાથે થયા છે. જેમને સંતાનમાં બે માસને ૮ દિવસ દિકરો દિપક છે.

ભાણી હીનાના ઘરે બેસણામાં ગયા હતા

ગઈ કાલે સવારે આઠેક વાગ્યાના અરસામાં તેમનો દિકરો રાકેશ તેની બાઈક વાળી ગાડી લઈ તેની પત્ની તથા દિકરા દિપક તેમજ તારાને લઈને જુદી જુદી જગ્યાએ કાગળ મેળવવા માટે નીકળ્યો હતો. જ્યારે મીઠુંનાથ કલોલ મુકામે સિંદબાદ હોટલ પાસે છાપરામાં રહેતી તેમની ભાણી હીનાના ઘરે બેસણામાં ગયા હતા. અને બપોરના અરસામાં પરત ઘરે આવી ગયા ગયા હતા.

સાયકલની પાછળ ઝુલો બનાવી દિપકને સુવડાવ્યો હતો

તે દરમિયાન રાકેશે તેની પત્ની ગાયત્રી સાથે ઘરે આવીને કહેલું કે તે અડાલજથી જુંડાલ તરફ જતા રોડ ઉપર શાંતિવન બંગ્લોઝ 1 થી 2 વિસ્તારમાં કાગળ મેળવવા માટે ગયા હતા. ત્યારે રસ્તા પર પેન્ડલ સાયકલ મૂકીને સાયકલની પાછળ ઝુલો બનાવી દિપકને સુવડાવ્યો હતો. ત્યારે સાત વર્ષીય તારા તેનું ધ્યાન રાખી રહી હતી. બાદમાં દંપતી બાજુમાં આવેલા ખાડામાં કાગળ અને પ્લાસ્ટિકની કોથળીઓ વીણવા લાગ્યા હતા.

દીકરાને શોધવા આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી

ત્યારે તારાએ આવીને કહેલું કે પાણીની તરસ લાગતા તે બાજુમાં આવેલા સોફા બનાવવાની દુકાને ગઈ હતી. અને પાણી પીને પાછી પરત આવતા દિપક ઝુલામાં હતો નહીં. આ વાત સાંભળી દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેઓએ દીકરાને શોધવા આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. પરંતુ દિપકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ વાત સાંભળીને પરિવારજનો ગુમ થયેલા દિપકને શોધવા માટે અડાલજથી ઝુંડાલ તરફના વિસ્તારમાં નીકળી પડ્યા હતા.

અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી

ઘણી શોધખોળ કરવા છતાં દિપક નહીં મળી આવતા તેમણે અડાલજ પોલીસને જાણ કરી હતી. જેનાં પગલે અડાલજ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ. સિંધવ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવાની શરૂઆત કરી માસુમ દિપકની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...