તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડની સમસ્યા:સ્માર્ટસિટી હેઠળ પાટનગરમાં 35 કરોડના ખર્ચે બનેલા અંડરપાસમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડવા લાગ્યા!

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંડરપાસમાં 25 દિવસમાં જે જગ્યાએ ગાબડાં પડ્યા છે તેની તસવીર. - Divya Bhaskar
અંડરપાસમાં 25 દિવસમાં જે જગ્યાએ ગાબડાં પડ્યા છે તેની તસવીર.
  • બોક્સની અંદર આરસીસી રોડ પર નાના-મોટા 10થી વધુ ગાબડાં તેમજ તિરાડો પડી ગઈ
  • મહાત્મા મંદિર તેમજ તેને સંલગ્ન સેન્ટ્રલવિસ્ટા ગાર્ડન PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે

ગાંધીનગરના હાર્દસમા ઘ-4ના વિશાળ સર્કલને તોડીને અહીં અંડરપાસ બનાવાયો છે. સ્માર્ટસિટી અંતર્ગત અંદાજે 35 કરોડના ખર્ચે બનેલો અંડરપાસ 13 એપ્રિલના રોજ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો. ત્યારે અંડરપાસને હજી મહિનો પણ નથી થયો ત્યાં અંડરપાસના રસ્તા પર ગાબડાં પડાવા લાગ્યા છે. અંડરપાસમાં 163 મીટર બોક્સ સાથે બંને તરફના એપ્રોચ રોડની કુલ લંબાઈ 847 મીટર તથા પહોળાઈ 17.70 મીટર છે. ત્યારે બોક્સની નીચે બનેલા આરસીસી રોડમાં જ નાના-મોટા 10 ગાબડા પડી ગયા છે જેના કારણે લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે.

આમ તો સામાન્ય રીતે ડામર કરતાં આરસીસી રોડની મજબૂતાઈ વધુ હોય છે ત્યારે શરૂ થયાને હજુ માંડ 25 દિવસ થયા છે ત્યારે રસ્તા પર પડેલાં ગાબડા કામગીરીની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે. હજુ તો વરસાદ પણ નથી પડ્યો ત્યારે આ હાલ છે ત્યારે ચોમાસામાં આ રોડની સ્થિતિ શું હોય શકે તે વિચારવું જ રહ્યું. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર-2019માં અંડરપાસની કામગીરી શરૂ કરાઈ હતી. મનપાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ અધૂરા કામ વચ્ચે 19 માર્ચે મુખ્યમંત્રી વિજયરૂપાણીના હસ્તે અંડરપાસનું ઈ-લોકાર્પણ કરાયું હતું.

અંડરપાસમાં અકસ્માતો રોકવા બંને તરફ મજબૂત ક્રેશ બેરીયર બનાવાયા છે. ત્યારે કોર્પોરેશન જેને મજબૂત ગણાવી રહી છે તે ક્રેશ બેરીયરમાં પણ એક-બે સ્થળે તીરાડ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા કામગીરીની ગુણવત્તા અંગે ચકાસણી કરીને પગલાં લેવાય તે જરૂરી છે. કારણ કે હાલના સમયે વેપાર-ધંધા બંધ હોવાને પગલે વાહનોની ઓછી અવર-જવર વચ્ચે પણ રસ્તાના આ હાલ છે તો અહીંથી વધુ વાહનો પસાર થશે તો વધુ ગાબડાં પડશે તો નક્કી છે.

મહાત્મા મંદિર અને તેને સંલગ્ન સેન્ટ્રલવિસ્ટા ગાર્ડન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી સળંગ ગાર્ડન બનાવવાનું આયોજન છે. ગાર્ડન અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ઘ-4 અને ગ-4 ખાતે અંડરપાસ બનાવવા 70 કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે. જેમાં ઘ-4નો અંડરપાસ બની ગયો છે અને ગ-4 અંડરપાસની કામગીરી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...