તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બેંકમાં નોકરીના બહાને સે-5ના યુવક પાસે ડિપોઝિટ પેટે 1900 ભરાવી છેતરપિંડી આચરી

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સે-5ના યુવકે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા

બેંકમાં એક્ઝિક્યુટીવની પોસ્ટમાં નોકરી અપાવવાનું કહીંને યુવક સાથે 1900 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. સેક્ટર-5 સી ખાતે રહેતાં રૂપાંત પ્રતાપભાઈ પટેલે આ અંગે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે એક મહિના પહેલાં shinf.com પર બેંકની જોબ માટે બાયોડેટા અપલોડ કર્યો હતો.

4 ડિસેમ્બરના રોજ યુવક પર એક ફોન આવ્યો હતો જેમાં સામેવાળા શખ્સે નોકરી ડોટકોમથી બોલતો હોવાનું કહ્યું હતું. જેમાં આ શખ્સ યુવકને એચડીએફસી તથા એચસીએલ બેંકમાં સિનિયર એજ્યુક્યુટિવની પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ કરાવવા વાત કરી હતી. જે માટે તેણે 1900 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરવાનું કહ્યું હતું. જેને પગલે યુવકે ઓનલાઈન 1900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જે બાદ સામાવાળા શખ્સે સિનિયર સાથે વાત કરાવવાનું કહીં અન્ય શખ્સને ફોન આવ્યો હતો. જેણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે 4250 રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. પૈસા રિફંડ કરી દેવાની વાત આ શખ્સે કરી હતી. જેને પગલે યુવકે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેના પૈસા અંગે અગાઉ કોઈ વાત ન થઈ હોવાનું કહીં પૈસા જમા કરવાની ના પાડી હતી. યુવકે ડિપોઝિટ પરત માંગતા સામવાળા શખ્સે 4250 ભર્યા પછી બંને પૈસા પરત મળવાની વાત કરી હતી.

24 કલાક બાદ આ યુવકે ફરી ફોન કરીને પૈસા માંગતા આ શખ્સે રિફંડ ચાર્જ પેટે 1500 માંગ્યા હતા. જેને પગલે યુવકને શંકા જતાં તેને ફરિયાદની વાત કરતાં સામેવાળા શખ્સે ફોન ઉપવાડનું બંધ કરી દીધી હતું. જેને પગલે યુવકે સમગ્ર મુદ્દે સાઈબર સેલમાં અરજી કર્યા બાદ આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા છે કે યુવકની જેમ જ અનેક લોકો સાથે આ જ પ્રકારે છેતરપિંડી થઈ હોવાની શંકા છે.

બેંક અધિકારી તરીકે ઓળખ આપી મહિલા સાથે 9 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ
બેંક ઓફ બરોડાના અધિકારી તરીકેની ખોટી ઓળખાણ આપીને મહિલા સાથે 9,995ની છેતરપિંડી થઈ છે. કુડાસણમાં સાર્થક સંકલ્પમાં રહેતાં અસ્મિતાબેન જેસીંગભાઈ ડોડિયાએ આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ઘટના 19 નવેમ્બર 2020ની છે, ત્યારે તેમના પર એક ફોન આવ્યો હતો. જેમાં સામાવાળા શખ્સે બેંક ઓફ બરોડાની બરોડાના બ્રાંચમાંથી વાત કરતા હોવાનું કહ્યું હતું. જેમાં તેણે એટીએમ કાર્ડ બંધ થઈ જશે તેમ કહીંને કાર્ડ પર લખેલા 16 આંકડા અને પાછળના ભાગે લખેલ સીવીવી નંબર માંગ્યો હતો.

જેને પગલે મહિલાએ તે લખાવતા સામેવાળા શખ્સે ઓટીપી સેન્ડ કરવાનું કહીંને ફોન કાપી નાખ્યો હતો. થોડીવારમાં આ શખ્સનો ફરી ફોન આવ્યો હતો અને ઓટીપી નંબર માંગ્યો હતો. જેને પગલે મહિલાએ ઓટીપી આપતા જ તેણે ફોનકાપી નાખ્યો હતો. મહિલાએ ઘટના પતિને જણાવતા તેમણે છેતરપિંડી થયાની શંકા વ્યક્ત કરતા મહિલાએ ફોનની એપ્લિકેશન મારફતે બેસેન્સ ચેક કરતાં 9995ના ટ્રાન્જેક્શન સાથે શોપિંગ થયું હોવાનું જણાતા મહિલાએ સાઈબર ક્રાઈમમાં અરજી આપતાે ઈન્ફોસિટી પોલીસમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો