વિદ્યાર્થીઓની કફોડી હાલત:ગાંધીનગરમાં આવેલા રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયમાં સાફ સફાઈના અભાવે અસહ્ય ગંદકી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુદ્ધ પીવાનું પાણી વિના અને યુરીનથી ઊભરાતાં ટોયલેટથી વિદ્યાર્થીઓ પરેશાન

ગાંધીનગરમાં આવેલા રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય પીવાના પાણી, દુર્ગંધ મારતા ટોયલેટ, નળ તૂટેલા તેમજ ઠેર ઠેર ગંદકીથી ખદબદી રહ્યું છે. આવી સ્થિતિમાં ગ્રંથાલયમાં વાંચન કરવા આવાત વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયમાં ટોયલેટ યુરીન ઉભરાઈ રહ્યા છે. બાથરૂમનાં નળ તૂટી ગયા છે. ઉપરાંત પીવાના પાણીની જગ્યા પણ ગંદકીથી ખદબદી રહી છે. ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. આવી કપરી સ્થિતિમાં બેસીને વિધાર્થીઓ ભાવિ ઘડતર માટે વાંચવા મજબૂર બની ગયા છે.

આ અંગે ગ્રંથાલયમાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું, યોગ્ય સાફ સફાઈ તેમજ જાળવણીના અભાવે આ ગ્રંથાલયની હાલત બદતર બની ગઈ છે. યોગ્ય પાણી પીવાની કે ટોયલેટની સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી. બાથરૂમના નળ તૂટી ગયા છે. અસહ્ય માથું ફાડી નાખે એવી દુર્ગંધ સતત આવતી હોવા છતાં ગ્રંથાલયના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શિક્ષણ મંત્રીએ જ રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયની મુલાકાત લઈને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...