તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાગદત્તાનો ત્રાસ સહન ન થતાં વાવોલના યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાવોલના યુવાનના આપઘાત કેસમાં વિગતો બહાર આવી
  • નાણા નહિ આપે તો સબંધ તોડી નાખવાની યુવતીએ વારંવાર ધમકી આપતા ખોરજ પાસે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું

વાવોલના યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. મૃતકના ભાઇએ ફરિયાદ આપી હતી કે મૃતક યુવકની વાગદત્તા રૂપિયા માગતી હતી. મૃતક યુવકની સગાઇ સરગાસણમાં રહેતી યુવતિ સાથે થઇ હતી. ત્યારે આ યુવતિ મૃતક પાસે નાણાની માંગણી કરતી હતી અને રૂપિયા નહિ આપે તો સબંધ તોડી નાખશે, તેવી ધમકી આપતા યુવકે ખોરજ પાસે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

વાવોલમા રહેતા 28 યુવક વિપુલ ભોગીલાલ પટેલે ખોરજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ હતુ. ત્યારબાદ મૃતના નાના ભાઇ નવનીતે તેના ભાઇના મોત પાછળ મૃતકની વાગદત્તા જવાબદાર હોવાનુ કહી સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ છેકે, મૃતક વિપુલની સગાઇ સરગાસજણમા રહેતા તેમના પિતાન મિત્રએ રીંકુ (રીના) રમેશભાઇ ઉર્ફે રામભાઇ માલાણી (રહે, સેક્ટર 4સી, પ્લોટ નંબર 667/1) સાથે એક વર્ષ પહેલા સંપર્ક કરાવ્યો હતો. બાદમા સગાઇ કરવામા આવી હતી, ત્યારબાદ રીંકુ વારંવાર મૃતક વિપુલ પાસે નાણાંની માંગણી કરતી હતી.

આ બનાવમાં મૃતક વિપુલે નવનીતને 15 દિવસ પહેલા કહ્યુ હતુ કે, રીંકુ અવાર નવાર તેની પાસે નાણાની માંગણી કરી રહી છે. તેમ છતા વિપુલે તેના ભાગીદાર સ્વિકાર દાણીધરીયા અને વિજય બારીયા, અક્ષય અને અન્ય મિત્રો પાસેથી નાણા લઇને આપ્યા હતા. તેમ છતા વારંવાર રીંકુ રૂપિયા માગતી હતી તો તેમની મમ્મીના દાગીના ગીરવે મુકી 3 લાખ રૂપિયા લઇ વાગદત્તાને આપ્યા હતા.

વિપુલે એક સ્યુસાઇડ નોટ લીખીછે, જેમા જણાવ્યુછેકે, વારંવાર રીંકુ દ્વારા નાણાની માંગણી કરવામા આવતી હતી. દાગીના અને મિત્રો પાસેથી રૂપિયા લઇને આપવા છતા ભૂખ સંતોષાતી ન હતી. જો વધુ રૂપિયા નહિ આપે સગાઇ તોડી નાખશે, પરિણામે હુ કંટાળી ગયો છુ. જ્યારે રીંકુના ત્રાસથી જ મોત વ્હાલુ કર્યુ છે, ત્યારે તેની સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...