સુવિધા:કૃષિપેદાશો વેચતા પાથરણા- લારીવાળાને છત્રી-શેડકવર અપાશે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

2022-23 માટે બાગાયત ખાતા દ્વારા ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા પાથરણા, લારીવાળા લાભાર્થીઓને તેમના ફળ શાકભાજી વગેરેનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકર્તાઓને વિનામૂલ્યે છત્રી-શેડકવર પુરા પાડવાની યોજના અમલમાં છે. આ યોજનાની અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ 17 જૂનથી 16 જુલાઈ સુધી ખુલ્લું રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે ikhedut. portal પર ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનીક કાગળો જેવાકે રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે જે તે ગ્રામ સેવક, તલાટીનો ફળ, ફુલ, શાકભાજી કે અન્ય નાશવંત કૃષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઈવહુડ મિશનનાં GULM કાર્ડની નકલ અથવા સક્ષમ અધિકારીઓનો દાખલો માન્ય ગણાશે. તેમ જણાવવામા આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...