તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:UGVCLની ધમકી : 30 દિવસમાં રૂપિયા 2641ની સિક્યોરિટી ડિપોઝિટ ભરો, નહીં તો જોડાણ કપાઈ જશે

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એવરેજ યુનિટથી માસિક વીજવપરાશ વધી જતાં વીજકંપનીએ નોટિસો ફટકારી
  • કોરોનાની મહામારીમાં સરકારે 100 યુનિટ વીજમાફી કરી છે ત્યારે કંપનીએ ઉધરાણી કરતાં ગ્રાહકોમાં રોષ

એવરેજ યુનિટથી માસિક વીજ વપરાશ વધી જતો હોવાથી સિક્યુરીટી ડિપોઝીટની રકમ રૂપિયા 2641 ભરવાની નોટીસ ઉત્તર ગુજરાત વીજ કંપની લીમિટેડે આપતા ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. કોરોનાની મહામારીમાં સિક્યોરીટી ડિપોઝિટ માંગતા લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. આ ઉપરાંત જો 30 દિવસની અંદર રૂ.2641ની સિક્યોરિટી ડિપોઝિટ ભરવામાં નહીં આવશે, તો વીજ જોડાણ કાપી નાંખવાની પણ કંપનીએ ધમકી આપી છે.

કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા 100 યુનિટ સુધી વીજ માફી આપવાની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સપ્લાય કરતી રાજ્ય સરકારની ઉત્તર ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા ગ્રાહકોની પાસે સિક્યુરિટી ડિપોઝિટની માંગણી કરતા રોષ ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં વીજ કંપની દ્વારા રાહત આપવાને બદલે સિક્યુરિટી ડિપોઝિટની ઉઘરાણી કરતા કોરોનાની મહામારીમાં વીજ ગ્રાહકોની હાલત પડ્યા ઉપર પાટુ મારવા સમાન બની રહી છે. યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને આપેલી નોટીસમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ઘર વપરાશ માટે 30 હોર્સપાવરનું વીજળી જોડાણ ધરાવો છે.

આથી વર્ષ-2019-20ના વીજ વપરાશ અને બીલની રકમની ગણતરી કરતા આપનો માસિક વીજ વપરાશ એવરેજ યુનિટથી વધી જાય છે. જેને પેટે સિક્યોરિટી ડિપોઝિટની રકમ રૂપિયા 2641 થાય છે. સિક્યુરિટી ડિપોઝિટની રકમમાંથી ગ્રાહકની જમા સિક્યુરિટી ડિપોઝિટની રકમ બાદ કરતા બાકી રહેલી રકમ ભરી જવાનો વીજકંપનીએ આદેશ કર્યો છે. સિક્યુરિટી ડિપોઝિટની રકમ દિન-30માં સિક્યુરિટી ડિપોઝિટ ભરી જવાનો પણ નોટીસમાં ઉલ્લેખ કર્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. હાલમાં પડેલા વરસાદથી ખરીફ ખેત પાકને નુકશાન થયું છે. ત્યારે વીજ કંપની દ્વારા સિક્યુરિટી ડિપોઝિટની માંગતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

યુજીવીસીએલ કંપની જી.ઇ.આર.સી. નોટિફિકેશન ક્લોજ નંબર 4.10 અન્ડર સેક્શન 47(3) અને 56 એક્ટ-2003 મુજબ કનેક્શન કાપવાને હકદાર છે. ઉપરાંત સિક્યોરિટી ડિપોઝિટની રકમ જી.ઇ.આર.સી.ના નિયમ નંબર 4.13 મુજબ ભરવાપાત્ર થાય છે જે ઇન્ડિયન ઇલેક્ટ્રીસિટી એક્ટ-2003 અન્વયે ગણતરી કરી આપવામાં આવશે તેવો પણ ઉલ્લેખ નોટીસમાં કર્યો હોવાનું વીજ ગ્રાહકોએ જણાવ્યું છે.

ડિપોઝિટ નહીં ભરાય તો સરચાર્જ વસૂલાશે
યુજીવીસીએલ દ્વારા ગ્રાહકો પાસે સિક્યુરિટી ડિપોઝિટની માંગણી કરી છે. જો દિન-30માં સિક્યુરિટી ડિપોઝિટ ભરવામાં નહી આવે તો નોટિફિકેશન નિયમ નંબર 4.13 મુજબ પ્રતિ સપ્તાહ 0.25 ટકા લેખે સરચાર્જ વસુલવાનો ઉલ્લેખ નોટીસમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...