એસિડ એટેક:દહેગામના હાથીજણમાં પૈસાની લેતીદેતીમાં બે યુવકોએ એકબીજા ઉપર એસીડ ફેક્યું

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાણીયાં ખાતરનાં પૈસા બાબતે બંને યુવકોએ એકબીજા ઉપર એસિડ એટેક કર્યો

દહેગામ તાલુકાના હાથીજણમાં ગત રાત્રે છાણીયાં ખાતરનાં પૈસાની લેતીદેતીમાં ગામના બે યુવાનોએ એકબીજા ઉપર દૂધનો ફેટ કાઢવા માટે વપરાતો એસિડ એકબીજા ઉપર ફેંકતા બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અંગે દહેગામ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામના હાથીજણ ગામે રહેતાં હસમુખ પટેલે પાંચ મહિના અગાઉ ગામમાં રહેતા અરવિંદ પટેલ પાસેથી છાણીયુ ખાતર વેચાણથી લીધું હતું. એક ટ્રોલી પેટે 1000 નક્કી કરીને 5 હજાર ચુકવી દીધા હતા. ત્યારબાદ ભાવ 1200 રૂપિયા થઈ ગયો હતો. જેનાં કારણે અરવિંદ બીજા પૈસાની માંગણી કરતો હતો.

ગઈકાલે હસમુખનો દીકરો ભાવેશ તેમની ડેરીના ઓટલા ઉપર બેઠો હતો. ત્યારે નવેક વાગ્યાના અરસામાં અરવિંદના દીકરા બ્રિજેશે ફોન કરીને પૈસા માંગ્યા હતા. આથી ભાવેશે તેને ડેરી ઉપર બોલાવ્યા હતો. અહીં રૂપિયા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. એટલા બંને એકદમ એકબીજા ઉપર ઉશ્કેરાઈ ગયા હતા. અને ડેરીમાં દૂધનો ફેટ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં એસિડની બોટલ લઈને એકબીજા પર એસિડ એટેક કર્યો હતો.

જેનાં કારણે બંને યુવાનો શરીરે ગંભીર રીતે દાઝી જતાં બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેમની બૂમો સાંભળીને બંનેના પરિવારજનો દોડી આવ્યા હતા અને બંને તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે દહેગામ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...