મહિલાઓનું વજન વધ્યું:ભાજપની બે યુવા મહિલાઓને લોટરી લાગી,મંત્રીઓમાં સૌથી શિક્ષીત મનિષા વકિલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા મંત્રીમંડળમાં વધુ શૈક્ષિણક લાયકાત ધરાવતા યુવા મહિલામંત્રીઓ , મનિષા વકિલ અને નિમીષા સુથાર
  • મનિષા વકિલને મહિલા અને બાળ કલ્યાણ અને નિમીષા સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણનાં મંત્રી બનાવાયા

ગુજરાતના નવા મંત્રીમંડળમાં બે મહિલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના 25 પ્રધાનોમાં વડોદરાના ધારાસભ્ય મનિષા વકિલને રાજયકક્ષાના સ્વતંત્ર પ્રભાર ધરાવતા અને મોરવા હડફના ધારાસભ્ય નિમીષા સુથારને રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયના નવા મંત્રીમંડળમાં સામાવાયેલા બંને મંત્રી યુવા, એન્જીયરીંગ અને માસ્ટર ડીગ્રી ધરાવતા છે. આમ યુવા અને વધુ શૈક્ષિણક લાયકાત ધરાવે છે. વિજય રૂપાણી સરકારમાં એક જ મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હતા જયારે નવા વરાયેલા ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બે મહિલા મંત્રીઓનો સમાવેશ થાય છે.

જુના જોગીઓના પત્તા કપાયા
નવા મંત્રી મંડળમાં તમામ જુના જોગીઓના પત્તા કપાયા છે, તેવા સંજોગોમાં અગાઉ રૂપાણી સરકારમાં મહિલા પ્રધાનમાં વિભાવરીબેન દવે કે જેઓ મહિલા તથા શિક્ષણ વિભાગના મંત્રી તરીકેનો હવાલો સંભાળતા હતા. વડોદરાના મનિષાબેન અંગ્રેજી લિટરેચર સાથે માસ્ટર ડીગ્રી ધરાવે છે. તે જોતાં મનિષા વકિલને શિક્ષણ વિભાગનો પ્રભાર સોંપાય તેવી શક્યતા હતી, જોકે તેમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે. મનિષા વકિલ બ્રાઇટ ડે સ્કૂલ સાથે સંકળાયેલા છે. મનિષા વકિલની સંસદીય કારકિર્દીની વાત કરીએ તો પ્રથમવાર તેઓ ધારાસભ્ય તરીકે વર્ષ 2012માં ચૂંટાયા હતા અને 2017માં બીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નવ નિયુકત પ્રધાન મનિષા વકિલે એમ એ ,બીએડનો અભ્યાસ કરેલો છે.માસ્ટર ડીગ્રી ધરાવનાર બે પ્રધાનોમાં તેઓ એક છે.

નિમીષા સુથારનો પણ મંત્રી તરીકે સમાવેશ
રાજભવન ખાતે યોજાયેલા શપથવિધીમાં તાજેતરમાં મોરવા હડફ ખાતેથી ચૂંટાયેલા નિમીષા સુથારનો પણ મંત્રી તરીકે સમાવેશ કરીને પંચમહાલના એક મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. ડિપ્લોમાં ઇલેકટ્રીક એન્જિયરીંગનો અભ્યાસ કરેલા નિમીષા પટેલે 2013માં પેટાચૂંટણીમા પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. અને ત્યાર બાદ વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, ત્યાર બાદ 2021માં પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ફરી ધારાસભ્ય બન્યા હતા. બે વાર પેટાચૂંટણીથી વિધાનસભામાં પ્રવેશનાર એક માત્ર મહિલા ધારાસભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...