તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્ચ અધિકારીઓને હોદ્દા:ગુજરાતના બે સિનિયર IPS અને 2 સિનિયર IASને ડી જી અને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા, કેન્દ્રની કમિટીનો નિર્ણય

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કે. શ્રીનિવાસ અને પંકજ જોષીને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરાયા
 • પ્રવિણસિંહા અને અતુલ કરવાલને ડી.જી. લેવલમાં એમ્પેનલ્ડ કરાયા

રાજ્યના 2 સિનિયર આઈપીએસ અને 2 સિનિયર આઈએએસ ઓફિસરને કેન્દ્ર સરકારની અપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા અનુક્રમે ડી.જી અને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કેડરના 2 સિનિયર આઇપીએસ જેમાં ઓફિસર અતુલ કરવાલ અને પ્રવીણ સિંહાનો સમાવેશ થાય છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા ડી.જી. લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે.

પ્રવિણસિંહા સીબીઆઈના ઈન્ચાર્જ ડાયરેક્ટર
પ્રવિણસિંહા હાલ સીબીઆઈના ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને અતુલ કરવાલ હાલમાં કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર નેશનલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર હૈદરાબાદ ખાતે ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આ સિવાય ગુજરાત કેડરના સિનિયર આઈએએસ ઓફિસર કે. શ્રીનિવાસ અને પંકજ જોષીને સેક્રેટરી લેવલમાં એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે. જેમાં પંકજ જોશી અને કે શ્રીનિવાસ 1989ની બેચના આઈએએસ અધિકારી છે. પંકજ જોશી હાલ ગુજરાત રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે કે શ્રીનિવાસ હાલમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગમાં એડિશનલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો