તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીધેલી હાલતમાં પકડાયા:ગાંધીનગરના કુડાસણમાં બિઝનેસ પાર્કમાં સોફ્ટવેરનો ધંધો કરતા બે સગા ભાઈ રાજાપાઠમાં ઝડપાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કરફ્યુમાં દારૂના નશામાં ફરવા નીકળ્યા હતા

ગાંધીનગરનાં રાયસણ પોલીસ ચોકીથી થોડેક દૂર આવેલ કુડાસણ બિઝનેસ પાર્કમાં સોફ્ટવેરનો ધંધો કરતા બે સગા ભાઈઓને ગઈકાલે રાત્રિ કરફ્યુ દરમિયાન ચિક્કાર દારૂ પીને ફરતા ઈન્ફોસિટી પોલીસ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે રાત્રિ કરફ્યુની કકડ અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા રાત્રીના સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ઈન્ફોસિટી પોલીસ મથકના મુકેશસિંહ ચાવડા સ્ટાફના માણસો સાથે ભાઈજીપુરા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સાર્થક હેવન નાં સર્વિસ રોડ પરથી બે યુવાનો ગાડી દૂર પાર્ક કરીને લથડિયાં ખાતા ખાતા ફરી રહ્યા હતાં. જેમની ચાલ ચલગત શંકાસ્પદ લાગતા પોલીસ જવાનો તેમની પાસે દોડી ગયા હતા.

અચાનક પોલીસ આવી પહોંચતા બન્ને યુવકો ગભરાઈ ગયા હતા. પોલીસે બન્ને પાસે જઈ રાત્રિ કરફ્યુમાં બહાર નીકળવાનું કારણ પૂછતાં બન્ને લવરી કરવા લાગ્યા હતા. અને તેમના પગ પણ ડગમગી રહ્યા હતા. જેનાં પગલે પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે બંને ચિક્કાર દારૂના નશામાં છે. બાદમાં બંનેનું નામ ઠામ પૂછતાં તેમણે પોતાનું નામ કેતન અશોકભાઈ પટેલ તેમજ દક્ષેશ અશોકભાઈ પટેલ (રહે. ફ્લેટ ન. 801,શ્યામ સુકન રેસિડેન્શિયલ સોસાયટી) હોવાની કબૂલાત કરી હતી.

આ બનાવની તપાસ કરનાર જમાદાર સુનીલભાઈએ જણાવ્યું હતું કે, કેતન ની ઉમર 35 વર્ષ તેમજ દક્ષેશ 31 વર્ષનો છે. બન્ને સગા ભાઈઓ છે. જેઓ રાયસણ પોલીસ ચોકી પાસે આવેલ બિઝનેસ પાર્કમાં સોફ્ટવેરનો ધંધો કરે છે. ગઈકાલે બન્ને ભાઈઓએ દારૂ પીધો હતો અને ત્યારબાદ ભાઈજી પુરા વિસ્તારમાં દારૂ પીધા પછી ફરવા નીકળ્યા હતા. જેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...