દુર્ઘટના:ચિલોડામાં બ્રિજ નજીક ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં 2 વ્યક્તિનાં મોત

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓવરબ્રિજના છેડે હિંમતનગર જવાના રસ્તા ઉપર ટ્રક પાર્ક કરાઈ હતી ચિલોડા પોલીસ મથકે બનાવ અંંગે ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ

અમદાવાદમા રહેતા અને મૂળ રાજસ્થાની યુવકો પોતાના બાઇક ઉપર વતન જવા નિકળ્યા હતા. તે સમયે મોટા ચિલોડા પાસે પહોંચતા ઓવરબ્રિજના છેડે રોડ ઉપર પાર્ક કરવામા આવેલી ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ચાલક અને બાઇક સવાર બંનેના બનાવ સ્થળે જ મોત થયા હતા. આ બનાવની ફરિયાદ ચિલોડા પોલીસ મથકે કરવામા આવતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવ બાદ પોલીસે અક્સમાત મોતનો ગુનો દાખલ તપાસ આદરી છે.

મોટા ચિલોડા પાસે ઓવરબ્રિજના છેડે રોડ ઉપર પાર્ક કરવામા આવેલી ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ચાલક અને બાઇક સવાર બંનેના બનાવ સ્થળે જ મોત થયા હતા. આ બનાવની ફરિયાદ ચિલોડા પોલીસ મથકે કરવામા આવતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પવન વકસિંહ કોટેડ (રહે, દેવલપાલ, ડુંગરપુર, રાજસ્થાન) અમદાવાદના ઠક્કરનગરમા રહીને કડિયાકામ કરે છે. તેની સાથે તેના અન્ય 3 ભાઇઓ પણ અમદાવાદમા રહીને કડિયાકામ કરી રહ્યા છે. ત્યારે તેનો ભાઇ સોહન બાઇક નંબર આરજે 12 એએસ 9287 લઇને પોતાના વતન રાજસ્થાન તરફ જવા નિકળ્યો હતો, તેની સાથે તેનો મિત્ર રાકેશ શંકર ખરાડી (રહે, ખેડા ગાટી, બલીચા, તા.નયાગાવ) પણ બાઇક પાછળ બેઠો હતો.

તે સમયે બાઇક મોટા ચિલોડામા આવેલા ઓવરબ્રિજના છેડે પહોંચતા એક ટ્રક નંબર જીજે 18 જી 6412 રોડ ઉપર બેદરકારી રીતે પાર્ક કરાયેલી હતી. ટ્રકની પાછળના ભાગે કોઇ આડશ પણ મુકવામા આવી ન હતી. જેને લઇને બાઇક ટ્રકની પાછળ ઘુસી જતા બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે બાઇક પાછળ સવારને ઇજાઓ થતા હોસ્પિટલ લઈ જવાતા જ્યાં સારવાર દરમિયાન પાછળ બેઠેલા સવારનુ પણ મોત થયુ હતુ. બે મિત્રોના મોતના સમાચાર સાંભળી પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...