ગેરકાયદેસર:ગાંધીનગર સેકટર-11 રામકથા મેદાનમાંથી પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા

ગેરકાયદેસર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક શખ્સ આર્મ્સ એક્ટનાં ગુનાનો આરોપી નિકળ્યો

ગાંધીનગરનાં સેકટર - 11 માં આવેલા રામ કથા મેદાનથી પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દેશી તમંચો - પિસ્તોલ સાથે ગાંધીનગર - કલોલના શખ્સને આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે બે પૈકી એક શખઅસ આર્મ્સ એક્ટના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ કે, સેકટર- 6માં રહેતો ગૌરવ રાજેશભાઇ વાઘેલા જે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ વીથ આર્મસ એકટના ગુનામાં નાસતો ફરે છે. જે પોતાની પાસે હથિયાર (દેશી તમંચો) રાખે છે. અને હાલ તે તેના મિત્ર બ્રીજેશ ભરતભાઇ સોલંકી સાથે સેકટર- 11 પથિકાશ્રમ હોટલ-એસ.ટી. ડેપો વચ્ચે આવેલ રામલીલા મેદાન તરફ જતા રોડની સાઇડમાં ઉભા છે.

એલ.સી.બી ટીમ દવારા ઉપરોકત જગ્યાએથી ગૌરવ સ/ઓ રાજેશભાઇ કાન્તીભાઇ વાઘેલા (રહે. પ્લોટ નં. 596/2,સેકટર- 6બી, મુળ રહે. વડસ્મા મહેસાણા) ને પકડી પાડેલ અને તેની અંગ જડતી કરતા કમરના ભાગેથી એક દેશી તમંચો મળી આવ્યો હતો. જ્યારે બ્રિજેશ ભરતભાઇ સોલંકી (રહે.પ્લોટ નં. 530/1, સેકટર-7/બી) પાસેથી એક લેથ મશીનકટ પીસ્ટલ (મેગઝીન સહીત) તથા લોઅરના ખિસ્સામાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો.

ઉપરોકત બંને ઇસમો પાસેના હથિયારો રાખવા બાબતે પાસપરમીટ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને પોતાની નહી હોવાનું જણાવતા બંને હથિયાર તથા કારતુસ કબ્જે કરવામાં આવ્યાં કરી પૂછતાંછ કરતાં ગૌરવ સ/ઓ રાજેશભાઇ કાન્તીભાઇ વાઘેલાએ તેની પાસેથી મળી આવેલ દેશી તમંચો (કટ્ટુ) આજથી સાતેક માસ અગાઉ તેના ટીટોડા ખાતે રહેતા મિત્ર અશોકજી નાથાજી ઠાકોરે યુ.પી.ના કોઇ બીલ્લુ પાસેથી રૂ. 10 હજારમાં ખરીદી હતી. જ્યારે અન્ય પીસ્ટલ તથા કારતુસ બાબતે બ્રીજેશ ભરતભાઇ સોલંકીની પુછપરછ કરતા તેના મિત્ર રાજુ રાઠોડ (રહે. ઉત્તરપ્રદેશ) પાસેથી આજથી ચારેક વર્ષ ઉપર રૂ. 25માં ખરીદ કરેલ હોવાની કબૂલાત કરી હતી.

આ મામલે પોલીસે તેઓનો ગુનાહિત ઇતિહાસ જોતાં ગૌરવ રાજેશભાઇ વાઘેલા વિરુદ્ધ આર્મ્સ એકટ, રાયોટીંગ, ખુનની કોશીષના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સેકટર - 7 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...