અટકાયત:સોનેરીપુરા પાસે ગાંધીનગરના યુવાનની કાર અને દાગીનાની લૂંટ ચલાવનારા 2 ઝડપાયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અડાલજની યુવતી 2 દિવસ અગાઉ તેના મિત્રની કાર ભાડે કરી માઉન્ટ આબુ ફરવા નીકળ્યા હતા
  • યુવક-યુવતીને કારમાં બેસાડી રાધનપુર સર્કલ પર ઉતારી બંને પાલનપુર તરફ ભાગી ગયા હતા

મહેસાણા અડાલજના કસ્તુરીનગર રહેતી યુવતી 2 દિવસ અગાઉ તેના ગાંધીનગરમાં રહેતાં મિત્રની કાર ભાડે કરી માઉન્ટ આબુ ફરવા નિકળ્યા હતા. મહેસાણાના સોનેરીપુરા પહોંચ્યા ત્યારે યુવતીએ ફ્રેશ થવા કાર રોકાવી હતી. તે દરમિયાન 2 શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને અંજલી મારી પત્ની છે તુ એને લઇ કેમ ફરે છે તેમ કહી યુવકને મારી 3.25 લાખના સોનાના દાગીના અને રૂ.3 લાખની કાર મળી કુલ6.25 લાખની લૂંટ ચલાવી બંને ફરાર થઇ ગયા હતા.

ઘટનાના બીજા દિવસે યુવકે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અડાલજના કસ્તુરીનગરમાં રહેતા અંજલીબેનએ ગત 4 મેના રોજ બપોરે ત્રણેક કલાકે તેમના મિત્ર સ્મીતકુમાર વિશાલભાઇ પટેલ (રહે.સેક્ટર-7, ગાંધીનગર) ને ફોન કરી માઉન્ટ આબુ ફરવા જવા રૂ.2500 ના ભાડે કાર બુક કરાવી હતી. સ્મીત પટેલ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાર લઇને અંજલીબેનને તેમના ઘરેથી કારમાં બેસાડી માઉન્ટ આબુ જવા રવાના થયા હતા.

બંને જણા મહેસાણા પહોંચ્યા ત્યારે અંજલીબેનએ ફ્રેશ થવા બ્લીજ વોટરપાર્કએ કાર ઉભી રાખવાનું કહ્યું હતું. 3.45 કલાકની આસપાસ અંજલીબેન ફ્રેશ થવા ગયા તે દરમિયાન 2 અજાણ્યા શખ્સો સ્મીત પાસે આવી ગાડીની ચાવી પડાવી લીધી હતી. એટલામાં યુવતી આવી જતાં એક શખ્સએ સ્મીતને અંજલી મારી પત્ની છે તું તેને કેમ લઇને ફરે છે તેમ કહી અપશબ્દો બોલી સ્મીતને માર માર્યો હતો.

બંને શખ્સોએ સ્મીતને ગડદાપાટુનો માર મારી રૂ.75 હજારની દોઢ તોલાની સોનાની 3 વીંટીઓ, રૂ.1.25 લાખની અઢી તોલાની સોનાની લકી અને રૂ.1.25 લાખના અઢી તોલાની સોનાની ચેઇન સાથે રૂ.3 લાખની કારની લૂંટ કરી હતી. ત્યાર બાદ યુવક-યુવતીને કારમાં બેસાડી રાધનપુર સર્કલ પર ઉતારી બંને શખ્સો પાલનપુર તરફ ભાગી ગયા હતા.

ડરી ગયેલો યુવક યુવતી સાથે ખાનગી વાહનમાં બેસી ઘરે પરત ફર્યા હતા. 5 મે ના રોજ મહેસાણા તાલુકા પોલીસ મથકે આવી બંને શખ્સો સામે6.25 લાખની લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા મહેસાણા તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.વાઘેલા સહિતની ટીમે યુવતીના પતિ ગોવિંદજી રેવાજી ઠાકોર અને તેના મિત્ર વિક્રમસિંહ જસવંતસિંહ ઝાલાને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...