તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ચ રોડ પર જિલ્લા પંચાયત પાસે 14 દિવસ પહેલાં કાર ચાલક યુવકના ગળામાંથી સોનાનો દોરો ઝુંટવીને બાઈક પર ભાગી છૂટેલા 2 શખ્સો ઝડપાયા છે. સેક્ટર-22 જ ટાઈપ ખાતે રહેતો 23 વર્ષીય યુવક વિવેક જયપ્રકાશ મહેતા 25 નવેમ્બરે બપોરે સાડા 3 વાગ્યે ગાડી લઈને ઘર તરફ આવતો હતો. આ સમયે જિલ્લા પંચાયતથી થોડે આગળ બાઈક પર આવેલા 2 શખ્સોએ ગાડી ઉભી રખાવી હતી. યુવકે વાત કરવા કાચ ખોલ્યો ત્યારે એક શખ્સે તેની ફેંટ પકડી લીધી હતી, જે છોડાવવા જતાં બીજા શખ્સે ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચી લીધી હતી. યુવક ગાડીમાં પીછો ન કરે તે માટે આરોપીઓએ ચાવી કાઢી લઈને દૂર ફેંકી દીધી હતી. યુવક કઈ કરે તે પહેલાં બંને શખ્સો બાઈક લઈને ચ-5 તરફ બાઈક ભગાવી મૂક્યું હતું.
આ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીઆઈ એ. જે. ચૌહાણના માર્ગદર્શનમાં ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે રસ્તા પર સીસીટીવીના આધારે બાઈક નંબર અને આરોપીઓનો દેખાવ આઈડેન્ટીફાય કરી લીધો હતો. આ દરમિયાન રવિવારે એએસઆઈ રાજદીપસિંહ અને હેડકોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણાને આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સે-21 ખાતેથી તેઓને દબોચી લીધા હતા.
પકડાયેલા યુવકો શહેરના જ નીકળ્યા
પોલીસે યુવકોના નામ પૂછતાં તે વાવોલનો પ્રદીપસિંહ વિક્રમસિંહ જાડેજા(રહે- એફ-301, સંગાથ લાઈફ) તથા સે-7-એના કાચા છાપરામાં રહેતો મેહુલ તળસીભાઈ શીરેસીયાહોવાનું સામે આવ્યું હતું. જેઓ પાસેથી પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક જપ્ત કરી લૂંટેલો 77 હજારનો સોનાનો દોરો રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
પ્રદિપસિંહ દારૂ સાથે ઝડપાયો હતો
આરોપી પ્રદીપસિંહ જાડેજા 23 ઓક્ટબરે ઝુંડાલ પાસે કારમાં દારૂની 168 બોટલ સાથે ઝડપાયો હતો. દારૂ લઈને જતાં કોઈને શંકા ન જાય તે માટે તેણે પોલીસ અને વિજિલન્સના ખોટા બોર્ડ માર્યા હતા. એટલું જ નહીં તેણે ગાડી પર કોઈના ટ્રેક્ટરનો પણ ખોટો નંબર લગાવતા આરોપી સામે દારૂ અને ખોટી નંબર પ્લેટના 2 કેસ નોંધાયા હતા. તેની સામે અગાઉ પણ દારૂ અંગે ગુનો નોંધાયેલા છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.