દારૂ સાથે ધરપકડ:હિંમતનગર હાઈવે પરથી વાહન ચેકીંગ દરમિયાન એસટી બસમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોની વોકર, એન્ટીક્યુટિ, સિગ્નેચર સહિતની બ્રાન્ડના દારૂના જથ્થા સાથે રાજકોટ તરફ જતાં હતાં

ગાંધીનગરના ચંદ્રાલા હિંમતનગર હાઇવે રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે જોની વોકર, એન્ટીક્યુટિ, સિગ્નેચર સહિતની બ્રાન્ડના દારૂના જથ્થા સાથે મિત્ર સાથે રાજકોટ તરફ જતાં અક્ષયકુમાર નામના શખ્સને રૂ. 27 હજારના દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં દારૂની હેરફેર પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અવારનવાર વાહન ચેકીંગ કરવામાં આવતું હોય છે. જે અન્વયે ચીલોડા પોલીસ પણ ચંદ્રાલા આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ગઈકાલે રાત્રે વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન ઉદેપુર - અમદાવાદની એસ.ટી બસ પસાર થતાં તેને ઈશારો કરીને અટકાવી દેવાઈ હતી.

બાદમાં પોલીસે ડ્રાઇવર - કંડકટરને સાથે રાખી બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોનાં સામાનની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે બસમાં બેઠેલા બે મુસાફરોની સીટ નીચે બે થેલા સંતાડીને બેઠા હતા. જેમના સામાનની પણ પોલીસે તલાશી લેતાં બંને થેલામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી બન્નેની પૂછતાંછ કરવામાં આવી હતી.

જે પૈકી એક ઈસમે પોતાનું નામ અક્ષયકુમાર રતિગીરી મેઘનાથી અને ચિરાગ ગોપાલભાઈ પરસાણીયા (બંને રહે. ગિરિરાજ સોસાયટી, બી ટી સવાણી હોસ્પિટલ સામે, રાજકોટ) હોવાની કબૂલાત કરી કરી હતી. જેમની પાસેથી પોલીસને જોની વોકર, એન્ટીક્યુટિ, સિગ્નેચર સહિતની બ્રાન્ડના દારૂની 21 નંગ બોટલો, 24 નંગ કવાર્ટર તેમજ બિયરનો જથ્થો મળી કુલ રૂ. 26,690 નો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે બન્નેની ધરપકડ કરી પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...