તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કલોલ ભેદી બ્લાસ્ટ પ્રકરણમાં ONGCનાં બે અધિકારીઓની ધરપકડ, સાચી NOC આપી હોવાનો લૂલો બચાવ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 ડિસેમ્બર 2020ના રોજ સઈજ ગામની સીમમાં થયો હતો બ્લાસ્ટ

કલોલ તાલુકાના સઈજ ગામની સીમમાં પંચવટી વીસ્તારની ગાર્ડન સીટી સોસાયટીમાં 22 ડિસેમ્બર 2020ના રોજ થયેલા ભેદી બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત પ્રકરણમાં ખોટી NOC આપનારા ONGC નાં બે અધિકારીઓની લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા ધરપકડ કરી લેવામાં આવતા બન્ને આરોપીઓએ સાચી જ NOC આપી હોવાનું રટણ શરૂ કરીને લૂલો સ્વ બચાવ કરવામાં આવી રહ્યો છે.

કલોલ શહેર પાસે આવેલા સઈજ ગામની સીમમાં પંચવટી વીસ્તારની ગાર્ડન સીટી સોસાયટીમાં વર્ષ 2020 ભેદી બ્લાસ્ટ થતા ત્રણ લોકોના આકસ્મિક મોત થયા હતા તેમજ અનેક ઘરોમાં મોટા પ્રમાણમાં નુકશાની થઈ હતી. જે અંગે ગુનો નોંધાતા કલોલ તાલુકા પોલીસની તપાસમાં સોસાયટીની જમીન નીચે 20 ફૂટ નીચે ONGC ની પાઈપ લાઈન જતી હોવાનું ખુલ્યું હતું.

ત્યારે વધુ તપાસ શરૂ કરવામાં આવતા ગાર્ડન સિટી ઉભી કરવા માટે ડેવલોપર્સ દ્વારા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને અરજી અપાઈ હતી. જેમાં વિવિધ વિભાગો તરફથી મળેલી એન.ઓ.સીના આધારે ઉપરોક્ત સર્વે નંબર 74/1 વાળી જમીનમાં બિન ખેતીનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં ઓએનજીસીના તત્કાલીન LAQ અધિકારી દિપક જગેન્દ્ર નારાયણ નારોલીયાએ(સંગાથ સિલ્વર ફ્લેટ, મોટેરા) NOC આપી આ જમીન નીચે કોઈ પાઈપ લાઈન, ઓઈલ કે ગેસ લાઈન આવેલ નહીં હોવાનો અભિપ્રાય પણ હતો. જેમાં ONGC તત્કાલીન હેડ ડ્રાફ્ટમેન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ (શ્રી રંગ ઉપવન, રાયસણ) ની પણ સંડોવણી બહાર આવી હતી.

આ બન્ને અધિકારીઓની દ્વારા NOC આપ્યા પછી સંબંધિત વિભાગો દ્રારા જરૂરી તપાસ કર્યા વિના બિનખેતીના ઓર્ડર પર મહોર મારી દેવાઈ હતી. જેનાં આધારે બિલ્ડર દ્વારા સોસાયટી ઉભી કરાઈ હતી. અને ભેદી બ્લાસ્ટ થતા ત્રણ જિંદગી જીવતી હોમાઈ ગઈ હતી. જેનાં પગલે કલોલ તાલુકા પોલીસે ONGC ના બે અધિકારી તેમજ પ્રત્યક્ષ - પરોક્ષ રીતે સંડોવાયેલા સરકારી વિભાગના જવાબદાર કર્મીઓ અને બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

જેની વધુ તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે. એચ. સિંધવ દ્વારા શરૂ કરીને તત્કાલીન LAQ અધિકારી દિપક જગેન્દ્ર નારાયણ અને તત્કાલીન હેડ ડ્રાફ્ટમેન ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલની ધરપકડ કરી લેવાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાંચની પકડમાં આવતા જ બન્ને આરોપીઓ ધ્વારા સાચી જ NOC આપવામાં આવી હોવાનું રટણ શરૂ કરી લૂલો સ્વ બચાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...