તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની મંજુરી:ગાંધીનગર અને રાજકોટમાં વધુ બે ટી.પી સ્કીમ મંજુર, અધિકારીઓને ઝડપથી ટી.પી. સ્કીમો પૂર્ણ કરવા સુચના

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગાંધીનગર (ગુડા) ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. 26 અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલિમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને મંજુરી.
  • સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ માટે હવે તંત્રને પ્લોટનો કબજો પણ મળશે જેથી કામ વધુ ઝડપથી થશે : મ્યુનિસિપલ કમિશનર

મુખ્યમંત્રી રૂપાણીએ વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપી છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 26ની આશરે 100 હેક્ટર્સ વિસ્તારની ટી.પી. તથા રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32(રૈયા) ને મંજુરી આપી છે. આ બેય ટી.પી.સ્કીમને ત્વરિત મંજુરી આપતા ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે.

ટી.પી. મંજુર થવાથી વિકાસની વ્યાપક તકો વધશે
આ ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે કારણકે ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યા છે. ગુડાની આ ટી.પી.થી જાહેર સુવિધા માટે આશરે 32 હજાર 187 ચો.મી. જમીન, બાગ બગીચા અને ખુલ્લી જગ્યા માટે 34 હજાર 738 ચો.મી. તથા સ્કુલ માટે 12 હજાર 965 ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 12 હજાર 746 ચો.મી. જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સ્વલતોને પહોંચી વળવા માટે વેચાણના હેતુ માટે પણ આશરે 81 હજાર 121 ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે.

વિકાસની વિપુલ તકો ઉભી થઈ છે
મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને પણ મંજુરી આપી છે.સપ્ટેમ્બર-2018 માં જ મંજુર કરાયેલ આશરે 367.00 હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજુરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સ્માર્ટ સીટીની આ ટી.પી. ના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી. સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે.

પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલ છે
સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલ છે. જેમાં 24.00 મીટર, 36.00 મીટર, 45.00 મીટરથી 60.00 મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે 4 લાખ 8 હજાર 551 ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાક માટે 1 લાખ 26 હજાર 565 ચો.મી. ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે 1 લાખ 76 હજાર 221 ચો.મી. ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે 1 લાખ 39 હજાર 604 ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે.

1.39 લાખ ચો.મીટર પ્લોટથી આવક મળશે
રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી. સ્કીમમાં વાણિજ્ય હેતુ માટે પણ પ્લોટની ફાળવણી કરાય છે. જે પ્લોટને ભાડે આપી કે વેચાણથી આવક થઈ શકે છે. નવી ટી.પી. સ્કીમમાં રાજકોટ મહાનગરપાલિકાના ભાગે 1.39 લાખ ચોરસ મીટરની જગ્યા વાણિજ્ય હેતુ માટે મળી છે. આ પ્લોટ ભવિષ્યમાં મનપાની આવકના સ્ત્રોતમાં વધારો કરશે.

સામાન્ય ટી. પી. સ્કીમ કરતા ત્રણ ગણી મોટી
એક સ્કીમ 100થી 150 હેક્ટરને આવરી લેતી હોય છે પણ રૈયાની સ્કીમમાં 368 એકર જગ્યા છે એટલે કે સામાન્ય સ્કીમ કરતા ત્રણ ગણી મોટી છે. આ પાછળનું કારણ એ છે કે, રાજકોટે સ્માર્ટ સિટી માટે ગ્રીનફિલ્ડ એરિયા એટલે કે પાયાથી શરૂઆત કરી છે અને તેના માટે જે વિસ્તાર પસંદ કર્યો છે તે આખો વિસ્તાર એક જ ટી.પી.માં સમાવી લેવા મોટી સ્કીમ બનાવાઈ હતી.

કન્સલ્ટન્સી વગર ઈનહાઈસ બની છે સ્કીમ
તમામ રોડ 18 મીટર કરતા મોટા છે તેમજ સૌરાષ્ટ્રની ટીપી સ્કીમમાં સૌથી મોટા એવા 60 મીટર પહોળા માર્ગ બનશે. આવી જમ્બો ટી.પી. સ્કીમ બનાવવી તે પણ મોટો પડકાર હોય છે પણ આ અંગે એકપણ કન્સલ્ટન્સીને નિમ્યા વગર ઈનહાઉસ જ આયોજન કર્યું છે અને તેમાં કોઇ વિવાદ પણ ઊભો થયો નથી’. > એમ.ડી. સાગઠિયા, ઈન્ચાર્જ ટી.પી.ઓ.

લોકોને સુવિધા અને મનપાને આવક થશે
‘કોઇપણ ટી.પી. સ્કીમ આવે એટલે તે વિસ્તાર ફિઝિકલી અને ફાઇનાન્સિયલી મજબૂત બને છે. લોકોની સુવિધાઓ માટે બગીચા, સ્પોર્ટસ તેમજ અન્ય સુવિધાઓ બનાવવા પ્લોટ મળે. આ ઉપરાંત મનપાને પણ વાણિજ્યિક હેતુના પ્લોટ મળતા તેનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે જેનો ઉપયોગ સામાજિક માળખાકીય સુવિધા હેતુના પ્લોટમાં લોકોની સુખાકારી માટે કરી શકાય.

આ ઉપરાંત તે વિસ્તારમાં જે પ્લાન મંજૂર થવા આવે તેની પણ આવક મળી રહે. રૈયા ટી.પી. સ્કીમની ખાસિયત ઘણી છે તે પૈકી તેના પહોળા રોડ સૌથી અગત્યના છે. રોડ પહોળા હોવાથી માસ ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ જાય અને બી.આર.ટી.એસ.નો પણ વ્યાપ વધશે. સ્કીમ મોટી હોવાથી શાળા, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ તમામ બાબતો સમાવી લેવાતા વર્ક ટુ હોમ ટ્રિપ પણ ત્યાં વધશે જેમાં માસ ટ્રાન્સપોર્ટેશન વધારે ઉપયોગમાં લેવાતા ઈંધણની બચત થશે, લોકોનો વાહન ખર્ચ બચશે.