દારૃનું ખુલ્લેઆમ વેચાણ!:ગાંધીનગરના ધોળાકુવાનાં રીઢા બુટલેગરનાં બે ફોલ્ડર ઈંદ્રોડા પાર્ક પાસેની ઝાડીમાં વિદેશી દારૂનો વેપલો કરતાં ઝડપાયા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ધોળાકુવા ગામના રીઢા બુટલેગર મૂકેશ ઠાકોરને ત્રણ દિવસ પહેલા જ ચીલોડા પોલીસે રાજસ્થાનથી મંગાવેલ વિદેશી દારૃનાં જથ્થા સહિત 3.51 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો. ત્યારે રીઢા બુટલેગરે દારૂના વેચાણ અર્થે રાખેલા બે ફોલ્ડરોને ગઈકાલે ઈંદ્રોડા પાર્ક પાસે ધોળાકુવા બલરામ આશ્રમની બાજુમાં આવેલ જંગલ વિસ્તારમાં ઝાડીમાં દારૂનો વેપલો કરતાં ઈન્ફોસિટી પોલીસે રંગેહાથ ઝડપી પાડી 14 હજાર 440 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરનાં ધોળાકુવા ગામના રીઢા બુટલેગર મૂકેશ ઠાકોર વિરુદ્ધ અનેક પ્રોહીબીશનનાં ગુના દાખલ થયેલા છે. પરંતુ પોલીસની ઢીલી નીતિના કારણે મૂકેશ ઠાકોર બેફામ બનીને દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો છે. હજી ત્રણ દિવસ પહેલા જ ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ઈકો ગાડીમાંથી વિદેશી દારૂનાં જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવીને મૂકેશ ઠાકોર રસ્તામાં ડીલીવરી લેવાનો હતો. જેને પણ પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે ગઈકાલે ઈન્ફોસિટી પોલીસે રીઢા બુટલેગર મૂકેશનાં બે ફોલ્ડરને ખુલ્લેઆમ દારૃનું વેચાણ કરતાં ઝડપી લેવામાં લીધા છે.

ઈન્ફોસિટી પોલીસ ગઈકાલે પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી ધોળાકુવા બલરામ આશ્રમની બાજુમાં આવેલ જંગલ વિસ્તારમાં દિવાલ પાસે બે ઈસમો વિદેશી દારૃનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસે તપાસ કરતાં બે ઈસમો કપડાના થેલો લઈને બેઠા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ વિશાલ કાંતીભાઈ પટણી(રહે- દશામાં ના મંદિર પાસે, સામંડા કિરાણા સ્ટોરની બાજુમાં , ધોળાકુવા), રણછોડ ગૌતમ બરોડ( રહે- બુટલેગર મુકેશજી ગણેશજી ઠાકોરના મકાનમાં, ધોળાકુવા) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પોલીસે થેલાની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ચાર બોટલો મળી આવી હતી. જેમની વધુ પૂછતાંછમાં દારૂની બોટલો બુટલેગર મુકેશજી ગણેશજી ઠાકોરે ત્રણ દિવસ પહેલા વેચાણ કરવા માટે આપી હતી. અને રાજસ્થાનથી મંગાવેલ બીજા દારૂના જથ્થાની ડીલીવરી લેવા જતાં ચીલોડા પોલીસે ઝડપી લીધો હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે બંન્નેની ધરપકડ કરી દારૂની બોટલો, મોબાઈલ ફોન મળીને રૂ. 14 હજાર 440 નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર મૂકેશને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...