દુર્ઘટના:કલોલમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટથી ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાન ધરાશાયી, એક યુવકનું મોત, 4 ઈજાગ્રસ્ત

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • વહેલી સવારે થયેલા ધડાકાના અવાજ સાથે ધ્રુજારીથી લોકોમાં ભૂકંપ આવ્યાનો અહેસાસ થયો હતો

કલોલના પંચવટી વિસ્તારમાં આજે વહેલી સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે એક બંધ મકાનમાં ભેદી ધડાકો થયો હતો બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે જે ઘરમાં બ્લાસ્ટ થયો તે આખું ધરાશાયી થઈ ગયું હતું જ્યારે બાજુ મકાન અડધુ તૂટી ગયું હતું. તો આસપાસના 40 જેટલા ઘરોના કાચ તૂટી ગયા હતા એટલું જ નહીં આખા કલોલ સીટી ઉપરાંત 4 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો.

જે મકાનમાં બ્લાસ્ટ થયો તે બંધ હોવાથી મોટી જાનહાનિ ન થઈ
જે મકાનમાં ગેસ ગળતરથી બ્લાસ્ટ થયો હોવાનુંં કહેવાય છે તે બંધ હતું. તેની બાજુના બંગલોમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો અને ઘણા વખતથી અહીંયા ભાડે રહેતા દવે પરિવારનો યુવાન પુત્ર , તેના પત્ની અને દાદી રહેતા હતા. આ બંગલો પણ બ્લાસ્ટમાં અંશત: તૂટી પડતા પુત્ર અમિત કાટામાળમાં દબાઇ જવાથી મૃત્યુ પામ્યો હતો, જ્યારે પરિવારના બાકીના બે સભ્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. એવું કહેવાય છે કે સોસા.ના ભૂગર્ભમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનનો ગેસ કોઇક રીતે લીક થઇ બંધ ઘરમાં જમા થયો હશે અને ત્યારબાદ અચાનક વિસ્ફોટ થયો હશે.

આ અંગે વિસ્તૃત જાણકારી અનુસાર સઈજ ગામની સીમમાં આવેલી ગાર્ડન સિટી સોસાયટીમાં મંગળવારે સવારે ભેદી ધડાકો થતા રહીશો ભૂંકપ આવ્યો હોવાનું માની બેઠા હતા. દુર્ઘટનાગ્રસ્ત મકાનમાં 75 વર્ષીય વૃદ્ધા હંસાબેન વિરેન્દ્રભાઈ દવે, તેમનો પૌત્ર અમિતભાઈ જનકભાઈ દવે(27 વર્ષ) તથા તેની પત્ની પિનલ અમિતભાઈ દવે(25 વર્ષ) રહેતાં હતા. અચાનક થયેલા બ્લાસ્ટ સાથે આગની પણ ઘટના બનતા હંસાબેન અને પિનલબેન દાઝી ગયા હતા. જેને પગલે તેમને અમદાવાદ સિવિલ સારવાર માટે ખસેડાયા છે.

જ્યારે કાટમાળ નીચે દબાઇ જવાથી અમિતનું મૃત્યુ થયું હતું.ઘટનાની ગંભીરતાને જોતા કલેક્ટર કુલદીપ આર્ય, ઓએનસીજી અને સાબરમતી ગેસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવના પગલે લોકો ના ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

પોતાની લાઈનમાં આગની ઘટના ન બની હોવાની ONGCની સ્પષ્ટતા
ONGCએ એ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે કલોલની ગેસ લિકેજની દુર્ભાગ્યપૂર્ણ ઘટના કલોલ ONGC વિસ્તારના રેસિડેન્સિયલ વિસ્તારમાં બની હતી તેમાં ફાયર સેફ્ટીનો સપોર્ટ આપ્યો હતો. ONGCએ સ્પષ્ટતા કરી હતી કે જે ગેસ પાઈપલાઈનની અંદર જે બ્લાસ્ટની દુર્ઘટના બની છે તે ONGCની નથી.

દુર્ઘટનામાં દટાયેલી એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત.
દુર્ઘટનામાં દટાયેલી એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત.

બ્લાસ્ટની તીવ્રતાથી અન્ય મકાનોમાં કાચ તૂટ્યા
બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીનાં અન્ય મકાનોના કાચ તૂટી ગયા હતા. જે મકાનમાં ધડાકો થયો હતો એ તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું તેમજ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી. બાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા તેમજ યુવક રહેતાં હતાં. એ બ્લાસ્ટમાં મહિલા ઘાયલ થયાં હતાં, જેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે યુવક કાટમાળ નીચે દબાયેલો હોવાની આશંકાને લીધે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. મકાનના નીચેથી ગેસની લાઈન પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો તેમજ સોસાયટીનાં અન્ય મકાનોમાં પણ કાચ તૂટવા સહિતના નુકસાન થવા પામ્યું હતું.

બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે એનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો.
બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે એનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો.

સામેના ઘરમાં રહેતો યુવક અને દાદા ઇજાગ્રસ્ત થયા
બ્લાસ્ટ થયો તેની સામે આવેલ મકાનમાં બારીઓના કાચ તૂટયાં હતા. ઘરમાં સુતેલો યુવક આકાશ દરજી તેમજ તેના દાદા ભઈલાલભાઈ દરજી કાચ તુટવાથી ઘાયલ થયા હતા

બ્લાસ્ટ થી 2૦૦ મીટર દૂર રહેતાં પટેલ સતિષ કુમાર એ જમાવ્યુ હતુ કેં, મેઈન ગેટનો ઝાપો 200 મીટર દૂર પડ્યો
પોતાના ઘરના ગેટ પાસે ઉભા હતા ત્યારે બ્લાસ્ટ તેમણે નજરે જોયો હતો.તેમને મકાન ધાબા સહિત હવામાં ઉછળી નીચે પટકાયું હતુ. મેન ગેટ નો ઝાપો 2૦૦ મીટર દૂર જઈ પડ્યો હતો

યુવક કાટમાળ નીચે દબાયેલો હોવાની આશંકાને લીધે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
યુવક કાટમાળ નીચે દબાયેલો હોવાની આશંકાને લીધે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

અમિત શાહે તપાસનો આદેશ આપ્યો
ગૃહમંત્રીએ કલેકટરને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. તેમજ બ્લાસ્ટના કારણ સહિતની વિગતોનો અહેવાલ માંગ્યો હતો. આ અંગે ongc અમદાવાદ ના એસેટ મેનેજર પંકજકુમારે જણાવ્યું હતું કે જે સ્થળે ઘટના બની છે ત્યાં ઓ એનજીએસની કોઈ પણ પ્રકારની લાઇન જતી નથી.

યુવકને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ
સોસાયટીના સભ્યો, ગુરૂકુળના સંતો તેમજ 108ની ટીમે બહાર કાઢ્યો હતો. બહાર કઢાયેલા યુવકને પપિંગ કરીને એક મહિલાએ પ્રાણ પુરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનું મોત થયું હતું.

મકાનના નીચેથી ગેસની લાઈનના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા.
મકાનના નીચેથી ગેસની લાઈનના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા.
યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલો હોવાનું જણાવતાં ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલો હોવાનું જણાવતાં ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

ગેસ લીકેજના પગલે હોનારત થવાના સંકેત વર્ષ 2016માં પણ જોવા મળ્યા હતા!

નવેમ્બર 2016 માં કલોલના બોરીસણા રોડ વિસ્તારમાં આવેલ બલરામ પાર્કના 35 મકાનોમાં અગાઉ ભેદી આગ ભભુકવાનો બનાવ બનવા પામ્યો હતો. સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
નવેમ્બર 2016 માં કલોલના બોરીસણા રોડ વિસ્તારમાં આવેલ બલરામ પાર્કના 35 મકાનોમાં અગાઉ ભેદી આગ ભભુકવાનો બનાવ બનવા પામ્યો હતો. સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

નવેમ્બર 2016 માં કલોલના બોરીસણા રોડ વિસ્તારમાં આવેલ બલરામ પાર્કના 35 મકાનોમાં અગાઉ ભેદી આગ ભભુકવાનો બનાવ બનવા પામ્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો. તે ઉપરાંત પંચવટીની સેફરોન વિલા સોસાયટીમાં પણ એક ઘરના નીચેથી ધડાકા ભાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. આવા બનાવની લીધે કલોલના પોસ વિસ્તાર ગણાતા પંચવટીના રહિશો ભય અનુભવતા હોય છે. ત્યારે હવે કોઈ મોટી હોનારત ન બને તે માટે યોગ્ય તપાસ કરવા રહિશોમાં માંગણી ઉઠવા પામી છે.

(તસવીર અને અહેવાલ: ધર્મેન્દ્ર જોશી, કલોલ)

અન્ય સમાચારો પણ છે...