તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરના કોબા અંબાપુર પાસે રાજસ્થાનના પિતા પુત્ર તેમજ ભત્રીજાને વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાવી ચેકીંગનાં બહાને બે ગઠિયાઓ પોલીસની ઓળખ આપી લાફા ઝીંકી મારમારી કરીને રૂપિયા 3.09 લાખ રોકડા લઈને છૂમંતર થઈ ગયાં. આ બાબત અંગે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાનના ભીનમાલ મુકામે મહેતા મોહન, પ્રેમાજી બાવરી તેમજ અન્ય 4 પરિવારનાં સભ્યો ભેગા મળીને મહારાષ્ટ્ર ખાતે કાચના મંદિર વેચવાનો ધંધો કરે છે. મહારાષ્ટ્રમાં ધંધો કર્યા બાદ થયેલા નફાના રૂ. 3.09 લાખ લઈને ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ મોહનભાઈ તેમના પુત્ર સંજય તેમજ ભત્રીજા કિશનની સાથે રાજસ્થાન વતન જવા માટે નિકળ્યા હતા. મહારાષ્ટ્રની બસમાંથી સીટીએમ ઉતર્યા બાદ તેઓ રાજસ્થાનની બસમાં બેસવા માટે અડાલજ તરફ રિક્ષામાં બેસીને આવી રહ્યા હતા.
પોલીસનું નામ આપી ગઠીયાઓએ તપાસ આદરી
તે દરમિયાન કોબા અંબાપુર રોડ તરફ રિક્ષાની પાછળ આવતી સફેદ કલરની ગાડી અચાનક રીક્ષાની આગળ આવીને ઉભી રહી ગઇ હતી. જેમાંથી લાંબા કદ કાઠીના ટોપી, માસ્ક અને ચશ્મા પહેરેલા 2 શખ્શો નીચે ઉતર્યા હતા અને પોતાની ઓળખાણ પોલીસ તરીકેની આપી હતી. પોલીસનું નામ પડતા જ રિક્ષાચાલક ત્રણેય લોકોને ત્યાં ઉતારીને રવાના થઇ ગયો હતો. બાદમાં બંને ગઠિયાઓએ વિદેશી દારૂની હેરાફેરી કરો છો, તેમ કહીને સામાનની તલાશી લેવાનું કહીને મોહન તેમજ તેમના પુત્ર અને ભત્રીજા સાથે ગાળાગાળી કરી તમાચા ઝીંકી દીધા હતા.
અડાલજ પોલીસ મથકે આવવા કહી ગઠીયા ફરાર
ગઠિયાઓએ ત્રણેયને ગાડીમાં બેસાડીને સામાનની તલાશી લેવાનું કહી બે થેલા ખેંચી લીધાં હતાં. જેમાં ખાવાની ચીજ વસ્તુઓ સાથે રાખેલા એક થેલામાંથી રૂ. 3.09 લાખની ચોરી કરી હતી. ત્યાર પછી ગઠીયાઓએ ત્રણેયને ગાડીની બહાર કાઢીને અડધે સુધી પેન્ટ ઉતારીને તેમની અંગજડતી લેવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે મોહનનાં ભત્રીજા કિશનનાં ખિસ્સામાંથી 18 હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઇલ ફોન પણ લઈ લીધા હતાં. બાદમાં બન્ને ગઠિયાઓ મોહનને અડાલજ પોલીસ મથકે આવવાનું કહી કારમાં બેસી રવાના થઈ ગયા હતાં. આ બનાવના પગલે ત્રણેય અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે પોલીસે આ ગઠીયાઓને પકડવાની તપાસ આદરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.