તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Two And A Half Inches Of Rain In Dwarka And More Than One Inch In Kapadvanj In Kheda District, The State Has Received A Total Of 49 Per Cent Rainfall So Far.

મેઘ મહેર યથાવત:દ્વારકામાં અઢી ઇંચ અને ખેડા જીલ્લાના કપડવંજમાં એક ઇંચથી વધુ વરસાદ,રાજયમાં અત્યાર સુધી કુલ 49 ટકા વરસાદ પડ્યો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં 68 ટકા,નવસારીમાં 60 ટકા વરસાદ પડયો
  • અરવલ્લી જિલ્લામાં 29 ટકા અને સુરેન્દ્રનગરમાં 35 ટકા વરસાદ પડયો

રાજયમાં ગુરૂવારે બપોરે બે વાગ્યા સુધીમાં દેવભુમી દ્વારકામાં અઢી ઇંટ અને ખેડા જીલ્લાના કપડવંજમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો.બપોરે 12થી બે વાગ્યા દરમિયાન કપડવંજ અને નડિયાદમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. રાજયમાં અત્યાર સુધી કુલ 49 ટકા વરસાદ પડયો છે.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશનના ડેટા અનુસાર દ્વારકામાં સવારે આઠથી દસ 19મીમી અને બપોરે બાર થી બે વાગ્યા દરમિયાન 17મીમી એમ કુલ 59 મીમી વરસાદ પડયો હતો. બપોર બાદ બે વાગ્યા સુધી કપડવંજમાં 28મીમી , નડિયાદમાં 19મીમી, પોરબંદરના રાણાવાવમાં 18મીમી,પંચમહાલના શહેરામાં 15મીમી અને દ્વારકાના કલ્યાણપુરમાં 15મીમી વરસાદ વરસ્યો હતો.

ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધીની સ્ટેટ ઇમર્જન્સી ઓપરરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર અત્યાર સુધીમાં રાજયમાં કુલ 49 ટકા વરસાદ પડયો છે.સૌથી વધુ વલસાડ જિલ્લામાં 68 ટકા,નવસારીમાં 60 ટકા જયારે સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં 29 ટકા અને સુરેન્દ્રનગરમાં 35 ટકા વરસાદ પડયો છે.

અન્ય સમાચારો પણ છે...