તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ટ્વિવિંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામ યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને અન્ય શાળાની તમામ માહિતી મળે તે હેતુ

અન્ય શાળાની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પદ્ધતિથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે રાજ્યભરની અપર પ્રાયમરી (ધોરણ-6થી 8)ના વિદ્યાર્થીઓ માટે ટ્વીનીંગ ઓફ સ્કુલનો પ્રોગ્રામ 6 માર્ચ સુધી યોજાશે. હાલમાં શાળાઓ બંધ હોવાથી ઓનલાઇન કાર્યક્રમ યોજાશે.બાળકોના વિકાસ માટે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સાથેસાથે બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવાય છે ત્યારે એક શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં કરાવાતી પ્રવૃત્તિઓ સરળતાથી શીખી શકે તે માટે સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ટ્વીનીંગ ઓફ સ્કુલનો કાર્યક્રમ ગત વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે.

આ વર્ષે કોરોનાને પગલે ડી ડી ગિરનાર સહિતના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રોગ્રામ પણ ઓનલાઇન યોજવામાં આવશે. ઘરે બેસીને શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિની જાણકારી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને ઓનલાઇન મોડથી જોડવામાં આવશે
બાળકોને ટેકનોલોજી, માઇક્રોસોફ્ટ ટીમ્સ, ફેસબુક લાઇવ કે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમે શિક્ષણ આપવામાં આવે છે. તેમાંથી એક ટેકનોલોજીના માધ્યમથી ઘરે રહેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન મોડથી જોડવામાં આવશે.

આ પ્રવૃત્તિઓ કરાવાશે
ટ્વીનીંગ ઓફ સ્કુલ પ્રોગ્રામના માધ્યમથી રમત ગમત, લેખન, વાર્તા કથન, જોડકણા, વાર્તા, અભિનય ગીત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, દેશભક્તિ ગીત, વિવિધ સ્પર્ધાઓ, સર્જનાત્મક, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, પર્યાવરણ, ઉર્જા, યોગ, વિષય શિક્ષણ અંગે ક્વીઝ, ડિબેટ, ગાણિતિક પ્રવૃત્તિઓ સહિતની કામગીરી કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો