તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:સગીરા પર દુષ્કર્મ કરનાર ટ્યૂશન ક્લાસિસ સંચાલકને 10 વર્ષની કેદ

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ચાંદખેડામાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરનાર ટ્યૂશન ક્લાસિસના શિક્ષકને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. 2017માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો દાખલ થયો હતો. જે મુજબ અમદાવાદના એક વિસ્તારમાં રહેતી સગીરા 11માં ધોરણમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો બાબુભાઈ પટેલ( રહે : બી-472, જનતાનગર, ચાંદખેડા)ને ત્યાં ટ્યૂશન જતી હતી. આરોપી પી. બી. પટેલ ટ્યૂશન ક્લાસીસ નામે ઘરે ટ્યૂશન કરાવતો હતો. ટ્યૂશન ક્લાસિસમાં ડીફીક્ટી લેક્ચરના બહાને આરોપીએ સગીરાને એકલી બોલાવી હતી.

અને સગીરાનો એકલતાનો લાભ લઈ પાણીમાં કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી દીધી હતી. જે બાદ આરોપીએ સગીરાના કપડા ઉતારીને નગ્ન ફોટો પાડી લીધા હતા. બીજા દિવસે સગીરાને ફોટો બતાવીને ટ્યૂશન ક્લાસીસમાં જ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ પોતાના તે સમયના ઘર કે. બી. રોયલ અલ્ટીઝા ખાતે વારંવાર બોલાવીને હવસ સંતોષી હતી. ડિસેમ્બર 2016ના દિવાળી વેકેશનમાં આરોપી સગીરાને પોતાની કારમાં અપહરણ કરીને ચાંદખેડાથી મહેસાણા હાઈવે પર આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ કરીને ફોનમાં વીડિયો ઉતારી લીધો હતો.

વીડિયો તે ઈન્ટરનેટ પર મૂકી વાઈરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જે કેસમાં ચાર્જશીટ થઈ ગાંધીનગર સ્પે. પોક્સો જજ કે. એમ. સોજીત્રાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ તરીકે સુનીલ એસ. પંડ્યાએ સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત સજા માટે દલીલો કરી હતી. જેમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને પીડિતાને 1 લાખ રૂપિયા ે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો